સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાધલી મુકામે બીઆરસી શિનોર દ્વારા ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાધલી મુકામે બીઆરસી શિનોર દ્વારા ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
બંને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર તથા પેન આપવામાં આવ્યા
વિકસિત ભારત@2047 – સેવા સંકલ્પ અંતર્ગત શિનોર બીઆરસી કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન સાધલી પીએમ શ્રી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન રોહિત, ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ, કારોબારી ચેરમેન જીગ્નેશ પટેલ ,શિનોર ભાજપ પ્રમુખ સંકેત પટેલ, તાલુકા સંગઠન મંત્રી કૃષ્ણકાંત શાહ, હિતેશ ઠાકોર, સાધલી શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિ, બીઆરસી કોર્ડીનેટર પ્રિતેશકુમાર ધોબી, આચાર્યો, શિક્ષકો, નિર્ણાયકો, સ્ટાફ મિત્રો, અને 6 ક્લસ્ટર કક્ષામાંથી વિજેતા થયેલ વિદ્યાર્થીઓ,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વક્તૃત્વ સ્પર્ધામાં કુલ 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં વિકસિત ભારત@2047 વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ વિદ્યાર્થીઓ સરકારી શાળાના હોવા છતાં તેમની વક્તૃત્વ ની રજૂઆત ખૂબ જ ધારદાર હતી. ચિત્ર સ્પર્ધામાં પાંંચ વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ચિત્રકલા રજૂ કરી હતી.બંને સ્પર્ધામાં 3 નંબર આપવામાં આવ્યા હતા. બાળકોની ગરિમા જળવાય તે હેતુ બંને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બંને સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષામાં પોતાના વિચારો અને ચિત્રકલા રજૂ કરશે. તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તથા ભાજપ પ્રમુખે બાળકોની કલા બિરદાવી હતી , બાળકોની પ્રતિભા જોઈને પધારેલા ભાજપના મહેમાનો પ્રભાવિત થયા હતા.



