વિકસિત ભારતની વાતો વચ્ચે સાધલીમાં કરોડો રૂપિયાની સરકારી મિલકતો કન્ડમ, ભંગાર અને કચરાપેટી બનેલ છે

વિકસિત ભારતની વાતો વચ્ચે સાધલીમાં કરોડો રૂપિયાની સરકારી મિલકતો કન્ડમ, ભંગાર અને કચરાપેટી બનેલ છે
મુખ્ય રસ્તા પર આવેલ છ વર્ષ પહેલા તોડેલ પોલીસ ચોકી ની જગ્યા હાલ જાહેર કચરાપેટી બનેલ છે.
શિનોર તાલુકાના સાધલી મુકામે વર્ષો પહેલા બનાવેલ ટેલીફોન એક્સચેન્જ, નર્મદા નિગમના ક્વાર્ટરો, જાહેર શૌચાલયો, પોલીસ સ્ટેશન ની જગ્યા, જિલ્લા પંચાયત નો સ્ટોર રૂમ, પોલીસ સ્ટેશનની જગ્યાની બાજુમાં પંચાયતનું જાહેર શૌચાલય, જુના પીએસસી ની ખાલી જગ્યા, ઉપયોગ વગર હાલ કન્ડમ હાલતમાં ઉભેલ છે. અને સરકારના કરોડો રૂપિયાનું ઓંધણ થયેલ છે, પરંતુ વિકસિત ગુજરાત , વિકસિત ભારત 2047 ની વાતો કરતી સરકાર દ્વારા આ ખાલી અને કંડમ જગ્યા નો ઉપયોગ કરીને પોલીસ ચોકી બનાવવામાં આવતી નથી. એ વિનાશ તરફની ગતિ બતાડે છે.
શિનોર તાલુકાના કહેવાતા વિકાસ પામતા સાધલી ગામે અગાઉ સિનોર પોલીસ સ્ટેશનના તાબાની પોલીસ ચોકી કસ્ટડી રૂમ અને સ્ટાફ રૂમો ધરાવતું કેમ્પસ હતું. જે જર્જરીત થવાથી છ વર્ષ ઉપરાંતથી તોડી પડાયેલ છે, અગાઉ ભરાતા જિલ્લા પોલીસ વડાના લોક દરબારમાં વારંવાર રજૂઆતો થયેલ છે, જૂની ભાજપની સરકાર અને નવી ભાજપની સરકાર ના મુખ્યમંત્રી તથા ગૃહ મંત્રી સમક્ષ પંચાયત દ્વારા પણ વારંવાર લેખિત રજૂઆતો થયેલ છે. હાલમાં આઉટ પોસ્ટ સાધલીની ઓફિસ સહકારી સરદાર જીનની ઓફિસના મેળા ઉપર છે. જેની બે નંબરના ધંધાવાળા સિવાય, સામાન્ય જનતાને ખબર પણ નથી કે આઉટ પોસ્ટ ચોકી ક્યાં આવી છે ???? તેના સરનામાના દિશા સૂચક કોઈ બોર્ડ લગાડવામાં આવેલા નથી.
તાજેતરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા બોલાવાયેલ સંકલન મિટિંગમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા સાધલી મુકામે નવી પોલીસ ચોકી બનાવવા માટે રજૂઆત કરી હતી અને સોશિયલ મીડિયામાં ધારાસભ્ય દ્વારા જાહેરાત પણ કરાઇ હતી ,છતાં પણ આજ દિન સુધી તેનો કોઈ પ્રત્યાઘાત પડેલ નથી. અને આજે પણ આ જગ્યા જાહેર કચરાપેટી અને રખડતા ઢોરો માટે શૌચાલય અને જાહેર મુતરડી જેવી બનેલ છે. આમ કરોડો રૂપિયાની જમીન બિન ઉપયોગી અને ગંદકીનું ઉદભવ સ્થાન બનેલ છે.
નર્મદા નિગમના ક્વાર્ટરો તૂટવાના આરે છે, બંધ પડેલ ટેલીફોન એક્સચેન્જની ઓફિસ માં ઝેરી સાપો ફરી રહ્યા છે, જિલ્લા પંચાયતનો સ્ટોર રૂમ કંડમ જાહેર કરેલ છે અને ગીચ ઝાડી ઝાંખર નુ ઉદ્ભવ સ્થાન બનેલ છે ,વર્ષો અગાઉ બનાવેલા સરકારી જાહેર શૌચાલાયો ભંગાર બની ગયા છે અને સરકાર દ્વારા કે સ્થાનિક જિલ્લા પંચાયત દ્વારા કોઈપણ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી, એ ત્રીપલ એન્જિન ગણાતી વિકાસશીલ ગુજરાતની સરકારની શરમ છે. નરી આંખે દેખાતું કરોડો રૂપિયાની મિલકતનું નુકસાન છતાં વિકાસની વાતો એ દીવા સ્વપ્ન જેવી દેખાઈ રહી છે. સંલગ્ન તંત્ર જાગશે ખરૂ ?????



