શિક્ષા

અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષકના સૂત્રને સાર્થક કરતો અદાણી યુનિવર્સિટી અને MIT-WPUના સંયુક્ત ઉપક્રમે ‘પ્રેક્ટિકલ લર્નિંગ’નો પ્રારંભ

અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષકના સૂત્રને સાર્થક કરતો અદાણી યુનિવર્સિટી અને MIT-WPUના સંયુક્ત ઉપક્રમે ‘પ્રેક્ટિકલ લર્નિંગ’નો પ્રારંભ
શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો માટે જાણીતી અમદાવાદની અદાણી યુનિવર્સિટીએ પુણેની પ્રતિષ્ઠિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી (MIT-WPU) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ સહયોગ અંતર્ગત ૧૦ દિવસીય ‘નેશનલ એકેડેમિક ઇમર્સન પ્રોગ્રામ’ (NAIP) લોન્ચ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહારની વાસ્તવિક દુનિયાનો અનુભવ કરાવવાનો છે.
આ ૧૦ દિવસીય પહેલ અતર્ગત માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ તેમાં વર્કશોપ્સ, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર અને સાઇટ વિઝિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના શારીરિક, સામાજિક, માનસિક અને આધ્યાત્મિક એમ ચારેય મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ધવલ પૂજારાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં ઉદ્યોગોને અનુરૂપ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના કાર્યક્રમો જવાબદાર અને સક્ષમ નેતાઓ તૈયાર કરવામાં મદદરૂપ બને છે.” યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો. અમીષ વ્યાસે વિદ્યાર્થીઓને શિસ્ત અને હેતુપૂર્ણ શિક્ષણ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો.
પ્રોગ્રામ દરમિયાન ૫૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાશે, જેમાં અમદાવાદની સંસ્કૃતિને સમજવા માટે હેરિટેજ વૉક, કાર્યકારી વ્યવસ્થા જોવા માટે એરપોર્ટ વિઝિટ, ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે સીધો સંવાદ અને લેક્ચર્સ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેનેજમેન્ટ સાયન્સ ફેકલ્ટીના ડો. અનિંદિતા ચેટર્જીએ આ પ્રોગ્રામના માળખા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ આખી પ્રક્રિયા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને તેમને વાસ્તવિક પડકારો સામે લડવા માટે સજ્જ કરશે.
અદાણી યુનિવર્સિટી અને MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી શિક્ષણ જગત અને ઉદ્યોગો વચ્ચેના અંતરને ઘટાડવા તરફનું એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button