તળાજામાં વારાહી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજાયો

તળાજામાં વારાહી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજાયો
તળાજાઃ તળાજા ખાતેતાજેતરમાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવના આગલા દિવસે સ્થિત વારાહી મંદિરના પટાંગણમાં જ્ઞાતિના 11 બટૂકોને યજ્ઞોપવિત સંસ્કાર (જનોઈ) આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી તુલજા ભવાની માતાના પાટોત્સવ સાથે જ્ઞાતિના બટૂકો જ્ઞાન પ્રાપ્ત કરવા જઈ રહેલા બટૂકોના સમૂહ જનોઈ પ્રસંગ થયો ત્યારે પાટોત્સવ 2026 વિદ્યાનું મહત્વ અનેકગણું વધી જતું હોય છે, જેને જ્ઞાતિજનોએ રંગેચંગે ઊજવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન બટૂકોને વિદ્વાનો અને પંડીતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જનોઈ ગ્રહણ કરવાની પ્રત્યેક વિધિ જેમ કે મંડપ મુહૂર્ત, પીઠી, ગૃહશાંતિ પૂજા, યજ્ઞોપવિત ધારણ વિધિ, ભિક્ષા પિરસવાની વિધિ, મૂંડન વિધિ વગેરેનું પણ વિધિપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભિક્ષા પિરસવાની વિધિ દરમિયાન જ્ઞાતિના લોકોએ તમામ 11 બટૂકોને એકસરખી ભેટ-સોગાદો આપીને બટૂકોને પ્રોત્સાહિક કર્યા હતા.આ કાર્યક્રમ બાદ ગરબાના ગુંજારવનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં જ્ઞાતિના ખ્યાતનામ કલાકારોએ માતાજીના ગરબા ગાઈને કાર્યક્રમમાં પધારેલા તમામને રાસ-ગરબા કાર્યક્રમનો લહાવો આપ્યો હતો.
ત્યારબાદ બીજા દિવસે તુલજા ભવાની માતાજીના પાટોત્સવના દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, આ શોભાયાત્રાની સાથે-સાથે તમામ 11 બટૂકોની બટૂક યાત્રાનું પણ રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું. આ બટૂક યાત્રામાં તેમ જ ભિક્ષા પિરસવાના કાર્યક્રમ દરમિયાન તમામ બટૂકોએ એકસરખા પહેરવેશ પહેરીને શોભાયાત્રા, બટૂક યાત્રા અને યજ્ઞોપવિત કાર્યક્રમનું આકર્ષણ વધાર્યું હતું. જનોઈ વિધિના કાર્યક્રમ બાદ તમામ જ્ઞાતિજનોએ શ્રદ્ધાપૂર્વક માતાજીનો આનંદનો ગરબો ગાઈને વાતાવરણને પવિત્ર અને પ્રફુલ્લિત કરી દીધું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના સક્રિય પ્રમુખ હિતેશભાઇ ભટટ્આગલા દિવસે મોડી રાત્રિ સુધી અન્ય કામકાજની સાથે રંગોળી તૈયાર કરીને જ્ઞાતિના અન્ય કાર્યકર્તાઓનું મનોબળ વધારતા નજરે પડ્યા હતા, જે સબકા સાથ સબકા વિકાસ સૂત્રને સાકાર કરે છે.



