બિઝનેસ અને સોશિયલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 50 ગુજરાતીઓનું ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સથી સન્માન કરાયું

બિઝનેસ અને સોશિયલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 50 ગુજરાતીઓનું ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સથી સન્માન કરાયું
અમદાવાદ, મે, 2024: બિઝનેસ, આંત્રપ્રિન્યોરશીપ અને સોશિયલ વર્ક સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર 50 વ્યક્તિઓ અને સંસ્થાનોનું આજે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ – 2024થી સન્માન કરવામાં આવ્યું હતું. શહેરની વાયએમસીએ ક્લબ ખાતે આયોજિત ભવ્ય એવોર્ડ સમારોહમાં સમગ્ર ગુજરાતના પ્રતિષ્ઠિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં, જ્યાં એવોર્ડ વિજેતાઓનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઠક્કરબાપા નગરના ધારાસભ્યશ્રી કંચનબેન રાદડિયા, ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર અને અભિનેતા જનક જે ઠક્કર, જાણીતા ગાયક અને અભિનેતા અરવિંદ વેગડા, ગુજરાતી લોક ગાયક ઉર્વશી રાદડિયા તેમજ યુથ આઇકોન, ગાયક, અભિનેત્રી, મોડલ અને પ્રોફેસર કશિશ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય તેના ઉદ્યોગ સાહસિકતા પ્રત્યેના જુસ્સા અને બિઝનેસ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે ગુજરાતના અગ્રણીઓનું એવોર્ડથી સન્માન કરવાનો ખ્યાલ ઘણો ઉત્તમ છે. ધ પ્રાઇડ ઓફ ઈન્ડીયા ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઇ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ વિશિષ્ટ પહેલ રાજ્યના અદમ્ય જુસ્સાને આગળ ધપાવવાનો છે.
છેલ્લાં નવ વર્ષમાં સંસ્થાને નિયમિતરૂપે બેજોડ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓ અને સંસ્થાનોની ઓળખ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે. અત્યાર સુધીમાં 250 જેટલાં મહાનુભાવોનું સન્માન કરાયું છે કે જેમણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. આ વર્ષનો ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટતા, સમર્પણની ઉજવણી કરાઇ હતી કે જેમણે બિઝનેસમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાની સાથે-સાથે સમાજના ઉત્કર્ષ અને કલ્યાણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.