મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈઃ
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈઃ
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૧૭, ૨૩ અને ૨૪મી નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ તથા અન્ય ચાલુ દિવસો દરમિયાન થયેલી સુધારણામાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા વિસ્તારના લાયક મતદારોએ મોટી સંખ્યામાં હકક-દાવા, સુધારા-વધારા માટે અરજીઓ રજુ કરી હતી.
ઝુંબેશ દરમિયાન કુલ ૭૭,૯૪૬ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં નવા મતદારો માટે ફોર્મ નં.૬ હેઠળ ૧૮-૧૯ વર્યના મતદારોએ ૧૧૭૩૩ તથા ૨૦ થી ૨૯ વર્ષના વયજુથમાં ૯૮૩૯ ફોર્મ, ફોર્મ-૬(ખ) હેઠળ ૧૮૧૬, ફોર્મ-૭ હેઠળ નામ કમી કરવા માટેના ૭૬૫૧ જેટલી અરજીઓ, મતદારયાદીમાં સુધારા વધારા કરવા માટે ૩૮૨૧૪ અરજીઓ મળી હતી. આમ કુલ ત્રણ દિવસ ઉપરાંત અન્ય દિવસોમાં મામલતદાર કચેરીઓમાં આવેલી અરજીઓ મળી કુલ ૭૭,૯૪૬ જેટલા ફોર્મ ભરાયા હતા. ખાસ ઝુંબેશના દિવસોએ બી.એલ.ઓ. હાજર રહી મતદારો પાસેથી અરજીઓ સ્વીકારી હતી. આમ મતદારયાદી સુધારણાની સમગ્ર ઝુંબેશ દરમિયાન ૭૭૯૪૬ જેટલી અરજીઓ મળી હતી.