વઘઇ ખાતે તંત્ર દ્વારા લગાડવામાં આવેલા દિશા સૂચક હોર્ડિંગ થયા ઝાંખા

ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓને યોગ્ય માહિતી ન મળતા હાલાકી વેઠવાની નોબત
Dang News: વધઈ તા 17 કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે તંત્ર દ્વારા લગાડવામાં આવેલ હોર્ડીંગમાં ખુબજ ઝાંખું થવા સાથે બોર્ડ ફાટી જતા પ્રવેશદ્વાર પર જ મોટા હોર્ડિંગ શોભાના ગાંઠિયા બની જતા તંત્ર ની બેદરકારી સામે આવી છે. ચોમાસામાં ગુજરાત Gujarat સહિત અન્ય રાજ્યોમાં થી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગની મુલાકાત લેતા હોય છે.તેવામાં ડાંગ ના પ્રવેશદ્વાર ખાતે જુની આર.ટી.ઓ ઓફિસ સહિત વઘઇ સર્કલ નજીક દિશા સૂચક બોર્ડની અવદશા થઈ જતા પ્રવાસીઓને અટવાવવાનો વારો આવે છે. ગુજરાત Gujarat સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય તંત્ર દ્વારા મોટા હોર્ડિંગ નું નવીનીકરણ કરી લોકોને યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવા યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે. ડાંગ Dang જિલ્લામાં પ્રાકૃતિક સહિત ધાર્મિક સ્થળો એ જવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટે છે ,પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન ન મળતા ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે. તેવામાં સ્થાનિક તંત્ર દ્વારા પ્રવેશદ્વાર પર જ ફાટી ગયેલા હોર્ડિંગને મરામત કરાવી લોકપયોગી બનાવે તે જરૂરી છે.