અદાણી ટોટાલ ગેસે શહેરી ગેસ વિતરણ વેપાર માટે સૌથી મોટું વૈશ્વિક ધિરાણ સુરક્ષિત કર્યું
અદાણી ટોટાલ ગેસે શહેરી ગેસ વિતરણ વેપાર માટે સૌથી મોટું વૈશ્વિક ધિરાણ સુરક્ષિત કર્યું
અદાણી ટોટાલ ગેસ લિ.ની શહેરી ગેસ વિતરણના માળખાકીય વિકાસ નેટવર્કના કાર્યક્રમને ધિરાણથી વેગ મળશે
ભારતની 14% વસ્તીને આવરી લેતા 2 કરોડથી વધુ લોકોને ગેસ સુવિધા પૂરી પાડવા માટે ચાલતી વિસ્તરણની ગતિવિધી
અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી શહેરી ગેસ વિતરણ કંપની અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) ને વૈશ્વિક ધિરાણકર્તાઓએ ધિરાણ પૂરું પાડવા સાથે ATGLએ એકંદર ધિરાણ માળખામાં પ્રવેશ કર્યો છે જેણે કંપનીને તેની વ્યવસાયિક યોજનાના આધારે ભાવિ ભંડોળ સુરક્ષિત કરવા સક્ષમ બનાવી છે.
પાંચ આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથે કરવામાં આવેલ USD 375 મિલિયનના પ્રથમ ધિરાણમાં વ્યવસાય પ્રત્યેની પ્રતિબધ્ધતાને બળવત્તર બનાવવા માટે એકોર્ડિયન સુવિધા સાથે USD 315 મિલિયનની પ્રારંભિક કટિબદ્ધતાનો સમાવેશ થાય છે. ધિરાણકર્તાઓમાં BNP પરિબાસ, DBS બેંક, મિઝત્સુઇ બેંક, MUFG બેંક અને સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
આ સુવિધા કંપનીને 13 રાજ્યોમાં તેના અધિકૃત 34 ભૌગોલિક વિસ્તારોમાં તેના ગેસ વિતરણ માળખાને ઝડપથી વિસ્તારવા સક્ષમ બનાવતા મૂડી ખર્ચ કાર્યક્રમને વેગ આપશે..આ વિકાસ એજન્ડા અંતર્ગત ભારતની વસ્તીના 14% અર્થાત 2 કરોડથી વધુ લોકોને આવરી લઇ ગેસની જરુરિયાત પૂરી પાડશે. આ વિસ્તરણ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) માળખાના પાયાને ઊંડા કરશે, પરિણામે ગેસ આધારિત અર્થતંત્ર માટે ઈકોસિસ્ટમનું નિર્માણ થશે.
અદાણી ટોટાલ ગેસ લિ. વાતાવરણમાં મોટી માત્રામાં કાર્બન છોડતા પરંપરાગત બળતણ સ્ત્રોતોને બદલીને PNG અને CNGના વપરાશને લોકભોગ્ય બનાવીને પર્યાવરણ પર હકારાત્મક અસરનું સર્જન કરી ભારતમાં ઉર્જા સંક્રમણનું નેતૃત્વ કરવાના તેના અભિગમમાં કંપની મક્કમ રીતે આગળ વધી રહી છે. PNG અને CNGનો વપરાશ અનુકૂળ, કરકસરયુક્ત, ભરોસાપાત્ર અને ઇકો-ફ્રેન્ડલી ઇંધણ પુરું પાડે છે. ભારત સરકારના 2030 સુધીમાં એનર્જી બાસ્કેટમાં કુદરતી ગેસનો હિસ્સો 6% થી 15% સુધી વધારવાના વિઝનને વધુ બળવત્તર બનાવશે.
અદાણી ટોટાલ ગેસ લિ.ના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર શ્રી પરાગ પરીખે જણાવ્યું હતું કે સંક્રમણ બળતણ તરીકે શહેરી ગેસ વિતરણની ભૂમિકામાં વૈશ્વિક ધિરાણકર્તાઓની સહભાગિતા તેને મજબૂત બનાવે છે. આ ધિરાણનો ઢાંચો કંપનીની સતત આગેકૂચને વેગ આપવા સાથે તેની મૂડી વ્યવસ્થાપન યોજનાના આધારે ભાવિ ધિરાણ માટે એક પગથિયું બનશે જે આખરે તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરશે.
બહુવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં માળખાગત નેટવર્ક પ્રસ્થાપિત કરીને તેના વિશાળ ગ્રાહક આધાર માટે સંક્રમણ ઉર્જા પ્લેટફોર્મના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા સાથે ATGL ભારતના ઉર્જા સંક્રમણના ચાર્જનું નેતૃત્વ કરવા માટે E-મોબિલિટી, પરિવહન માટે LNG અને બાયોમાસના રૂપમાં ટકાઉ ઉર્જાને પ્રોત્સાહન આપી રહી છે.