વડોદરા ડેપો ની ચાંદોદ- સાધલી- આણંદ જતી એસટી બસનું આગળનું વ્હીલ સાધલી, સરદાર નગર પાસે નીકળી જતાં ડ્રાઇવરની સમય સૂચકતાથી તમામ મુસાફરોનો આબાદ બચાવ
વડોદરા ડેપો ની ચાંદોદ- સાધલી- આણંદ જતી એસટી બસનું આગળનું વ્હીલ સાધલી, સરદાર નગર પાસે નીકળી જતાં ડ્રાઇવરની સમય સૂચકતાથી તમામ મુસાફરોનો આબાદ બચાવ
આજરોજ તારીખ 17 ઓક્ટોબર 2024 ને ગુરુવારના રોજ સવારના 07: 30 કલાકે સાધલી બસ સ્ટેન્ડ થી ચાણોદ- સાધલી- આણંદ ની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 9057 વડોદરા ડેપો ની મીડી બસ આણંદ જવા નીકળી હતી, પરંતુ સાધલી સરદાર નગર પાસે નાનો બમ્પ હોવા થી ગાડી બિલકુલ ધીરી હતી, અને એકાએક કંડકટર સાઈડ નું આગળ નુ વ્હીલ નીકળી જતાં ૧૦ થી ૧૨ મીટર દૂર જઈને પડ્યું હતું ,જ્યારે ડ્રાઇવરની સમય સૂચકતા ના કારણે એસટી બસ ત્યાં જ રસ્તા વચ્ચે ઊભી થઈ ગઈ હતી .ડેપોના વર્કશોપ માં મિકેનિકો દ્વારા પૂરેપૂરી કાળજી લેવાતી ના હોવાનો કડવો અનુભવ સાધલી મુકામે બન્યો છે. જોકે ગાડી બિલકુલ ધીરી હોવાથી બસમાં મુસાફરો ભરેલા હોવા છતાં પણ કોઈ જાન હાની થઈ નથી ,એ ઈશ્વરની મોટી કૃપા ગણાય. મુસાફરોને પાછળની બસમાં બેસાડવામાં આવ્યા હતા.