રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડ નગરમાં ‘’શૌર્ય શતાબ્દી સંગમ’’ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડ નગરમાં ‘’શૌર્ય શતાબ્દી સંગમ’’ કાર્યક્રમ યોજાયો
વલસાડ નગરમાં આવેલા BAPS સ્વામીનારાયણ સ્કુલ, અબ્રામા ખાતે સંઘ શતાબ્દી ઉજવણીનો ઉત્સવ અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડ નગરનું એકત્રીકરણ યોજાયું હતું. જેમાં પૂર્ણ ગણવેશમાં ૩૫૦ થી પણ વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
૧૯૨૫ માં નાગપુરના મોહિતે વાળા મેદાન ખાતે ૧૦ થી ૨૦ બાલ તરુણોથી પ્રારંભ થયેલા સંઘની શાખા આજે દેશના નાગરિક ક્ષેત્રમાં વસ્તી સુધી અનેક સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટ વૃક્ષ બની તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ BAPS સ્વામીનારાયણ સ્કુલમાં સંઘના ૩૫૦ થી વધુ સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં એકત્રીકરણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘના નવસારી વિભાગના કાર્યવાહ શ્રી દેવેન્દ્રભાઈ ગાંવકર દ્વારા સંઘ શતાબ્દી વર્ષમાં ‘’પંચ પરિવર્તન’’ પર કાર્ય કરશે એવું વક્તવ્યમાં જણાવ્યું હતું. આ પ્રસંગે સંઘનાં નવસારી વિભાગનાં મા.સંઘચાલક શ્રી પ્રકાશભાઇ ગાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.