નીકોલ ખાતે ચાલતી “રાષ્ટ્ર કથા”માં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહી પ.પૂ. સત્ શ્રી સ્વામીજીના આશીર્વાદ લીધા

નીકોલ ખાતે ચાલતી “રાષ્ટ્ર કથા”માં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહી પ.પૂ. સત્ શ્રી સ્વામીજીના આશીર્વાદ લીધા
અમદાવાદ : “જનની જન્મભૂમીશ્વ સ્વર્ગાત અપિ ગરીયસી” અને “મેરા ભારત મહાન” આ સૂત્રોને લક્ષ્યમાં રાખી નીકોલમાં આવેલા ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે વિશ્વમાં સૌપ્રથમવાર સતધામ અમદાવાદ દ્વારા કરવામાં આવેલા “રાષ્ટ્ર કથા”ના આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ.પૂ. સત્ શ્રી સ્વામીજી દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને હાર પહેરાવી અને “રાષ્ટ્ર કથા”નો શિલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. “રાષ્ટ્ર કથા”માં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રના હીતમાં કરેલા કાર્યો, છત્રપતિ મહારાજા શીવાજીની વીરતાની વાતો-જીજાબાઇનું હાલરડું, મહારાણા પ્રતાપ અને તેમના ચેતક ઘોડાની શૌર્યગાથા તેમજ ગોંડલના રાજા ભગવતસિંહે કરેલા દેશભક્તિ-સામાજીક કાર્યોને પ.પૂ. સત્ શ્રી સ્વામીજી દ્વારા કરવામાં આવેલા સુંદર વર્ણનનું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શ્રવણ કર્યું હતું.