સાંધા ગામે આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં આરોગ્યની ટીમની સો ટકા કામગીરી

સાંધા ગામે આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં આરોગ્યની ટીમની સો ટકા કામગીરી
શિનોર તાલુકાના સાંધા ગામે નવા સરપંચ ની હાજરીમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન હેઠળ આયુષ્યમાન કાર્ડ કાઢવાના કેમ્પમાં આરોગ્યની ટીમ દ્વારા સો ટકા કામગીરી કરવામાં આવી.
શિનોર તાલુકાના સાંધા ગામે તારીખ 29 મે 2025 ના રોજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન વય વંદના કાર્ડ ની કામગીરી સો ટકા કરવામાં આવી હતી, આજરોજ તારીખ 18 જુલાઈ 2025 ને શુક્રવારે ભેખડા આયુષ્યમાન આરોગ્ય મંદિરના તાબાના સાંધા ગામે સી.એચ.ઓ. ડોક્ટર મેહુલ રાવલ, સુપરવાઇઝર જીતુ વસાવા, એમ.પી.એચ.ડબલ્યુ વિદ્યા રતન યાદવ, અલ્પેશ બારીયા તથા આશા વર્કર પુષ્પાબેન વસાવા દ્વારા સરપંચ મનોજભાઈ રમેશભાઈ પાટણવાડીયાની રાહબરી હેઠળ આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો ,અને તમામ લાભાર્થીઓને કાર્ડ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને સ્થળ પર આપવામાં આવી હતી. કાર્ડ ધારકોમાં આનંદ વ્યાપ્યો હતો.