ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી
ગૌતમ અદાણીનું IIM લખનૌમાં ભારતના ભાવિ નિર્માતાઓને પ્રેરક સંબોધન
ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી
લખનૌ : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સંબોધન કર્યુ હતું. તેમણે ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવા અને મહત્વાકાંક્ષી વસ્તી, વિશાળ સ્થાનિક માંગ, વિશ્વ કક્ષાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય વિચારોને સમર્થન આપતી મૂડીનો ઉદય, આ ચાર પરિબળોને તેમણે દેશના ઉજ્વળ ભવિષ્ય નિર્માણમાં માટેના મુખ્ય પરિબળો ગણાવ્યા હતા.
અદાણી ગ્રુપના ચેરમેને આગામી પેઢીને આ ઐતિહાસિક ક્ષણને હિંમત અને કલ્પનાશક્તિ સાથે ઝડપી લેવા વિનંતી કરી હતી. તેમણે ભારતને 21મી સદીની સૌથી મોટી આર્થિક તક ગણાવતા જણાવ્યું હતું કે “તમારી કાર્કિર્દીના સૌથી મહત્વપૂર્ણ વર્ષો ભારતના સૌથી શક્તિશાળી સમય સાથે સુસંગત રહેશે,” તેમણે વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની કારકિર્દી એક એવા રાષ્ટ્ર સાથે ઉભરશે જેને $3.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અંદાજવામાં આવી છે.
ગૌતમ અદાણીએ યુવા વસ્તી, મજબૂત સ્થાનિક માંગ, આધાર અને UPI જેવા અદ્યતન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ભારતીય નવીનતાને બળ આપતી વધતી સ્થાનિક મૂડીને ભારતના ઉદય માટેના ડ્રાઇવર્સ ગણાવ્યા હતા.” ભારતના અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને તેમણે સમાવેશક અને સ્કેલ માટેના લોન્ચપેડ ગણાવ્યા હતા.
ગૌતમ અદાણીની $25 ટ્રિલિયન ડોલરની આગાહી S&P ગ્લોબલ જેવી વૈશ્વિક સંસ્થાઓના અંદાજોને વટાવી જાય છે, જે 2030 સુધીમાં ભારતને ટોચના 3 અર્થતંત્ર તરીકે માને છે. અદાણીનું વિઝન માત્ર આર્થિક જ નહીં ગૌરવ અને કરુણાનું મૂળ ધરાવતા પુનઃકલ્પિત ભારત માટેનું આહ્વાન હતું.
કિશોરવયના હીરા વેપારીથી લઈને ભારતના સૌથી મોટા બંદર અને વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પાર્કના નિર્માણ સુધીની સફર પર પ્રકાશ પાડતા અદાણીએ વિદ્યાર્થીઓને સાહસિક બનવા અને સંભાવનાઓને સ્વીકારવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે “કંઈક નવું બનાવવા માટે તમારે નકશાની જરૂર નથી, ફક્ત શક્યતાઓ તરફ નિર્દેશ કરતા હોકાયંત્રની જરૂર છે,”.
અદાણીએ સાંસ્કૃતિક ગૌરવ સાથે ભારતના ઉત્થાન અને ઉદારતાના સભ્યતાગત મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતના ઉદયને નૈતિક વિજય તરીકે ગણાવ્યો હતો. કાવ્યાત્મક હિન્દીથી સજ્જ તેમનું સંબોધન ભારતના સ્વપ્નદ્રષ્ટાઓને આહ્વાન હતું.
ભારતનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે અજોડ: ગૌતમ અદાણી
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ IIM લખનૌ ખાતે જણાવ્યું હતું કે “આધાર, UPI અને ONDC સહિત ભારતનું જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે અજોડ છે અને 2050 સુધીમાં દેશને $25 ટ્રિલિયન અર્થતંત્ર તરફ દોરી જશે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે આ પ્લેટફોર્મ્સને “સમાવેશ, નવીનતા અને સ્કેલ માટેના લોન્ચપેડ” તરીકે ગણાવ્યા હતા
ગૌતમ અદાણીએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ઉર્જા પ્રોજેક્ટ્સમાંના એક કોલસા પ્રોજેક્ટ પર તેમના જૂથ દ્વારા સામનો કરવામાં આવેલા ઉગ્ર વિરોધનું વર્ણન કર્યું હતું, તેને સ્થિતિસ્થાપકતા અને ભારતની ઉર્જા સુરક્ષાના પુરાવા તરીકે રજૂ કર્યા હતા. અદાણી ગ્રુપના ચેરમેને આંતરરાષ્ટ્રીય મીડિયા, કાર્યકરો અને કાનૂની પડકારોમાં પોતાને ખલનાયક તરીકે ચિતરવાની ગંભીર વાત કરી હતી.
અદાણીએ કહ્યું હતું કે “બેંકો અને વીમા કંપનીઓએ અમને છોડી દીધા, કાર્યકરોએ રસ્તાઓ રોક્યા, છતાં અમે પીછેહઠ ન કરી.” ક્વીન્સલેન્ડ પ્રોજેક્ટને તેમણે કોલસાના ધંધો નહીં પરંતુ ભારત માટે વધુ સારી ગુણવત્તાવાળા કોલસાને સુરક્ષિત કરી ઉર્જા સ્વતંત્રતાને મજબૂત બનાવવાનું પગલું ગણાવ્યું હતું. આજે આ પ્રોજેક્ટ હજારો લોકોને રોજગાર અને ભારતીય ઉદ્યોગોને પાવર આપે છે.
અદાણીએ વિદ્યાર્થીઓને જોખમ લેવા અને આરામનો ત્યાગ કરવા વિનંતી કરી, તેમણે ભાર મૂકતા કહ્યું કે ભારતની ઉર્જા વ્યૂહરચના, કોલસા અને નવીનીકરણીય સંતુલન આવા દ્રષ્ટિકોણની માંગ કરે છે.
ધારાવીનો પુનઃવિકાસ એ નૈતિક ફરજ છે, રિયલ એસ્ટેટ નહીં: ગૌતમ અદાણી
IM લખનૌ ખાતે ભાવુક સંબોધનમાં, ગૌતમ અદાણીએ મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસને નૈતિક જવાબદારી ગણાવી હતી. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યુ હતું કે, “ધારાવી સુવિધા માટે નથી – તે અંતરાત્માનો અવાજ છે. જ્યારે કેટલાય લોકો આત્મગૌરવ વિનાનું જીવે છે ત્યારે કોઈ પણ રાષ્ટ્ર ઉભરી શકતું નથી.”
ગૌતમ અદાણીએ પરંપરાગત માર્ગોને નકારી બોલ્ડ, કરુણાપૂર્ણ નેતૃત્વને અપનાવવાનું આહ્વાન હતું. મુન્દ્રાના માર્શલેન્ડ્સમાં ભારતના સૌથી મોટા બંદરના નિર્માણથી લઈને ખાવડામાં વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા પાર્ક સુધીની સફર પર પ્રકાશ પાડતા, તેમણે ધારાવીને ભારતના આત્માનો અરીસો ગણાવ્યો હતો. “વિકાસ વહી સચ્ચા હૈ જો માનવતા કી બુનિયાદ પર ખડા હો,” તેમણે એમ કહ્યું કે સાચી પ્રગતિ માનવતા પર આધારિત છે માત્ર વિસ્તરણ પર નહીં.
અદાણીએ પોતાનો સંકલ્પ સમજાવતા જણાવ્યું હતું કે “લોકોના મતે તે ખૂબ જોખમી પ્રોજેક્ટ છે, રાજકીય પણ છે. તેથી જ મેં કહ્યું કે આપણે તે કરવો જોઈએ.” આ પ્રોજેક્ટ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો છે, ફક્ત ઇમારતો બનાવવાનો નહીં. ગૌતમ અદાણીએ ફક્ત કારકિર્દી નહીં, પણ વારસાના જતન માટે પ્રેરક હાંકલ હતી.