ગાંધી જયંતી દિવસે વાવ-થરાદ જિલ્લાનું માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત ના વરદ હસ્તે લોકાપર્ણ

ગાંધી જયંતી દિવસે વાવ-થરાદ જિલ્લાનું માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત ના વરદ હસ્તે લોકાપર્ણ
સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવ અને આનંદથી ભરેલો દિવસ રહ્યો…
માન. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત સાહેબનું હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું. કેટલાક ગામોમાં તો બુલડોઝર પરથી ફૂલો વરસાવાયા, રસ્તાઓ ફૂલોથી ઢંકાઈ ગયા અને ચારે તરફ જયઘોષના નારા ગૂંજ્યા. લોકો દ્વારા ઘેરેથી બહાર આવીને શાલ, ફૂલમાળા અને તાળીઓથી સન્માન કરવામાં આવ્યું. લોકોએ “આપડો જિલ્લો, આપડી ઓળખ” જેવા નારા લગાવ્યા અને રસ્તા ફૂલોથી પાથરી ખુશી વ્યક્ત કરી..
આ જિલ્લાના રૂપમાં મળેલી ઓળખ માત્ર વહીવટી વિભાજન નથી, પણ લોકોના મનની લાગણીઓ, લાંબા સમયથી ચાલતી માંગણીઓ અને સમૃદ્ધ ભવિષ્ય માટેની આશા છે. જે આજે સાકાર થયું છે. વર્ષોથી ચાલતી માંગણીઓ અને અપેક્ષાઓને આજે પૂરી થતી જોઈ લોકોના ચહેરા પર આનંદ છલકાતો હતો. દરેકના દિલમાં ગર્વ અને ભવિષ્ય માટે નવી આશા જોવા મળી..
ચાલો, આ ઐતિહાસિક પળને યાદગાર બનાવીએ, દરેક ગામમાં આનંદથી ઉજવણી કરીએ અને વાવ-થરાદ જિલ્લાને વિકાસ, સુશાસન અને સહયોગના નવા યુગમાં લઈ જઈએ..