ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌસેવકોનું યોગદાન

ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌસેવકોનું યોગદાન

સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા ના ગૌસેવકો દ્વારા આજ રોજ સુરતના ઉધના, પાંડેસરા, બમરોલી,ડિંડોલી જેવા વિસ્તારોમાંથી દિવાળીની સાફ સફાઈમાં શહેરીજનોના પોતાના ઘરમાંથી નીકળેલ દેવી દેવતાની જૂની મૂર્તિઓ, ફોટાઓને શેરીના ચાર રસ્તાએ, વૃક્ષ નીચે, કચરાપેટીઓ જેવી અવાવરૂ જગ્યાએ મુકેલ 1500 થી વધુ ફોટાઓ, 300 થી વધુ મૂર્તિઓ, અને 100 થી વધુ મંદિરો એકત્રિત કરી સુરત મહાનગર પાલિકાની ઓફિસમાં સોંપવામાં આવેલ.
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ વધુમાં જણાવેલ કે, આ કાર્યમાં સંસ્થાના 100 થી વધુ કાર્યકર્તાઓ જોડાયેલ અને અમારી સંસ્થા દ્વારા આ કાર્ય છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે. દેવી દેવતાઓની મૂર્તિ, ફોટા, મંદિરોને આવી રીતે રસ્તે રઝરતી હાલતમાં હોવાથી આપના ધર્મની લાગણી દુભાય છે જેથી અમારી સંસ્થા દ્વારા ધર્મરક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ હેતુ દર વર્ષે દિવાળીના દિવસે આ કાર્ય કરવામાં આવે છે.



