તાપી નદી શુદ્ધીકરણ માટે સામાજિક કાર્યકર હરીશભાઇ ગુર્જરની અનુઠી પહલ

તાપી નદી શુદ્ધીકરણ માટે સામાજિક કાર્યકર હરીશભાઇ ગુર્જરની અનુઠી પહલ

સુરત, સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા તાપી નદી ના ઓવારા પર ગંદકી નુ સામ્રાજ્ય, ઘણા વર્ષોથી સામાજિક કાર્યકર તરીકે સમાજ સેવાનું કાર્ય માટે જાણીતા હરીશભાઈ ગુર્જર દ્વારા તાપી નદી ના તમામ ઓવારા પર તેમજ ઓવર બ્રિજ પર હંમેશા માટે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવે એવી રજૂઆત કરતા રહ્યા છે, જેથી કરીને લોકો જે ધાર્મિક સામગ્રી પધરાવતા હોય છે તેના પર અંકુશ લાગશે, સુરત શહેર ના લોકો ઓવર બ્રિજ પરથી તાપી નદી અંદર પ્લાસ્ટિક થેલી ભરીને ધાર્મિક સામગ્રી પધરાવતા હોય છે જે આવા વાળા સમય માં તાપી નદી ગંદકી નુ સામ્રાજ્ય બની જાય તો કહેવાય નહીં? હરીશભાઈ ગુર્જર દ્વારા હંમેશા ભારતની તમામ નદી તળાવ બાવડી નહેર અને સમુદ્ર માં પધરાવાતા ધાર્મિક સામગ્રી નો વિરોધ કરવામાં આવે છે, સુરત શહેર માં પણ તાપી નદી પર આવતા તમામ ઓવર બ્રિજ પર તેમજ નદી તળાવ દરિયા કિનારે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવે, જેમની જવાબદારી ધાર્મિક સામગ્રી પધરાવવા આવતા લોકો ને જાગરૂક કરવામાં આવે કે તમારી તમામ ધાર્મિક સામગ્રી સુરત મહાનગરપાલિકા ની ગાડી માં પધરાવો ,નદી તળાવ બાવડી નહેર અને સમુદ્ર ને સ્વચ્છ રાખવાના આશય થી દશેરાના દિવસે હરીશભાઈ ગુર્જર દ્વારા નવી ગાડી લીધી હતી જેના પર ફૂલ ની માળા ના ચઢાવી ને પેન્સિલ ના બોક્સની માળા ચડાવી ને ગાડી ઘરે લઈ ગયા હતા અને એજ પેન્સિલ નાના બાળકો ને વહેંચી દીધી હતી, લોકો ને વિનંતી કરવામાં આવી છે કે અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતા તમામ જાગૃત નાગરિકો માટે ધાર્મિક સામગ્રી પધરાવી હોય તો હરીશભાઈ ગુર્જર ની ઓફીસ પર આપવા વિનંતી
કરવામા આવી છે.



