ગુજરાત

લીલોડ સરકારી માધ્યમિક શાળાના 261 વિદ્યાર્થીઓને સાયકલ સહાય, બાળકોમાં ખુશીનો માહોલ

લીલોડ સરકારી માધ્યમિક શાળાના 261 વિદ્યાર્થીઓને સાયકલ સહાય, બાળકોમાં ખુશીનો માહોલ

ધારાસભ્ય અક્ષય પટેલના સહયોગથી લીલોડ શાળામાં 261 વિદ્યાર્થીઓને અદ્યતન સાયકલનું વિતરણ

 

કરજણ તાલુકાના લીલોડ ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા 261 વિદ્યાર્થી ભાઈ–બહેનોને અદ્યતન સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપનીના ચિરાયુ પટેલના સહયોગથી આ સાયકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

 

આજરોજ તારીખ 17 ડિસેમ્બર 2025ના રોજ નારેશ્વર નજીક આવેલા લીલોડ મુકામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ બજાર સમિતિના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, દાતા ચિરાયુ પટેલ, પક્ષના કાર્યકરો, ગામના અગ્રણીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

આ સાયકલ સહાયથી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળશે તેમજ શાળાએ આવનજાવનની સુવિધા સરળ બનશે, તેમ ઉપસ્થિતોએ જણાવ્યું હતું. સાયકલ પ્રાપ્ત થતા તમામ બાળકોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button