ગુજરાત

સાધલીમાં સ્માર્ટ મીટર અંગે જાગૃતિ માટે ‘સ્માર્ટ મીટર પખવાડા’ કાર્યક્રમ

સાધલીમાં સ્માર્ટ મીટર અંગે જાગૃતિ માટે ‘સ્માર્ટ મીટર પખવાડા’ કાર્યક્રમ

ગ્રાહકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ અને સ્માર્ટ મીટરના ફાયદા અંગે માર્ગદર્શન

શિનોર તાલુકાના સાધલી મુકામે મોટા પ્રમાણમાં સ્માર્ટ મીટર સ્થાપિત થવાને પગલે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ ગ્રાહકોને આવતી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે MGVCL શિનોર દ્વારા ‘સ્માર્ટ મીટર પખવાડા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 11 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે 11 વાગ્યે સાધલી ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાશે.

 

નાયબ ઇજનેર કુંદનસિંહના જણાવ્યા મુજબ, શિનોર તાલુકાના કુલ 33 ગામોમાંથી 31 ગામોમાં અત્યાર સુધી 12,000થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને અંદાજે 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સ્માર્ટ મીટર અંગે લોકોમાં યોગ્ય સમજ વધે અને ગ્રાહકોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ મીટરની કાર્યપદ્ધતિ, તેના ફાયદા, બિલિંગ પ્રક્રિયા અને રિચાર્જ સિસ્ટમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સાથે સાથે ગ્રાહકોને બિલમાં વધારો, રિચાર્જ સંબંધિત મુશ્કેલી, નેટવર્ક નબળું હોવાથી વીજળી શરૂ થવામાં થતા વિલંબ, બિલિંગ ભૂલો તેમજ મોબાઈલ ઉપયોગ અંગે આવતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

 

સ્માર્ટ મીટરથી વીજ વપરાશનું રિયલ-ટાઈમ મોનીટરીંગ, બિલિંગમાં પારદર્શિતા અને વીજ વપરાશ પર નિયંત્રણ જેવા અનેક ફાયદા મળે છે. તેમ છતાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે ગ્રાહકોમાં ઉદભવતી શંકાઓ દૂર કરવા MGVCL દ્વારા આ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા યોજાતા ‘ડાક ચૌપાટ’ કાર્યક્રમની તર્જ પર વીજ કંપની દ્વારા ‘સ્માર્ટ મીટર પખવાડા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. MGVCL દ્વારા તમામ સ્માર્ટ મીટર ગ્રાહકોને હાજર રહી પોતાની સમસ્યાઓ રજૂ કરવા અને માહિતી મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button