ગુજરાત

ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને સાડીનું વિતરણ કરાયું

ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે મહિલાઓને સાડીનું વિતરણ કરાયું

163-લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નં. 26ના નીલગીરી વિસ્તારમાં જરૂરિયાતમંદ મહિલાઓ માટે સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ નં. 26ના કોર્પોરેટર ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ, શ્રીમતી વૈશાલીબેન પાટીલ તથા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી રામભાઈ રાઠીના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ માતા-બહેનો તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવસેવા એ જ પ્રભુસેવા’ના સંદેશને સાકાર કરતાં જન્મદિવસની ઉજવણી માત્ર કેક કાપવા પૂરતી સીમિત ન રાખી સમાજ ઉપયોગી અને લોકહિતના કાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક સેવા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોર્પોરેટર ડૉ. નરેન્દ્ર પાટીલ, અમિતસિંહ રાજપૂત, કોર્પોરેટર શ્રીમતી વર્ષાબેન બલદાણીયા, સુરત મહાનગર ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી મંગલાબેન ગોસાવી, રતનલાલ જૈન, વોર્ડ પ્રમુખ દીપક પાટીલ, મહામંત્રી ગણેશ પુણેકર સહિત ભાજપના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુવા મોરચાના હોદ્દેદારો, મરાઠા સેવા સંઘ ગુજરાતના મહામંત્રી ડૉ. વિકાસ સાવંત, મરાઠી માવલે ફાઉન્ડેશનના પ્રમુખ યશવંત દેવારે સહિત વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણભાઈ પાટીલ, નીતિન ભોઈવાડીલે, રાજુ મામા પાટીલ, ચેતન પાટીલ, મહેશ પાટીલ, દીપકભાઈ ગાયકવાડ, પ્રશાંત પાટીલ સહિતની ટીમે મહેનત કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને તેમની સેવા થકી માનવતાની મહેક પ્રસરાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button