ગુજરાત

કામરેજ સુગર ફેકટરીમાં ઈથેનોલની ‘ભયાનક આગ’ પર સફળતાપુર્વક કાબુ મેળવાયોઃ

કામરેજ સુગર ફેકટરીમાં ઈથેનોલની ‘ભયાનક આગ’ પર સફળતાપુર્વક કાબુ મેળવાયોઃ
કટોકટીની પરિસ્થિતને પહોચી વળવા માટે અગમચેતીના ભાગરૂપે ‘ઓફ-સાઇટ મોકડ્રીલ’ યોજાઈ
કામરેજ અને પલસાણા પંથકના ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે, તેનો તાદ્રશ્ય નજારો નવી પારડી ખાતે જોવા મળ્યો હતો. કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ના ડિસ્ટિલરી વિભાગમાં જ્યારે ઇથેનોલના ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહોતી, પરંતુ લોકલ ક્રાઇસીસ ગ્રુપ (કામરેજ-પલસાણા) દ્વારા ઓફ-સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ’ યોજાઈ હતી. જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડસ (MAH) ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. ઘટનાની વિગત મુજબ સવારે ૧૧:૦૦ વાગે ઈથેનોલ ફીલિંગ દરમિયાન અચાનક આગ લાગતા ટેન્કર અને પ્લાન્ટ તેની ઝપેટમાં આવી ગયા હતા. ફેક્ટરીની આંતરિક સેફ્ટી ટીમ દ્વારા અથાગ પ્રયત્નો છતાં સ્થિતિ કાબુ બહાર જણાતા તાત્કાલિક ‘ઓફ-સાઇટ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી. આ સંદેશ મળતા જ લોકલ ક્રાઇસીસ ગ્રુપના તમામ સભ્યો સક્રિય થયા અને ટૂંકા સમયમાં ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો, એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમો, જીપીસીબી (GPCB)ના અધિકારીઓ અને આર.ટી.ઓ. સુરતની ટીમ ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા. સંયુક્ત ઓપરેશન અને સચોટ સંકલન દ્વારા બપોરે ૧૧:૪૫ કલાકે આગ પર કાબુ મેળવાયો હતો. આ સમગ્ર કવાયતનું નેતૃત્વ કામરેજના નાયબ કલેક્ટર અને એસ.ડી.એમ. શ્રી વી.કે. પીપલીયા, મામલતદાર શ્રી આર.એસ. ઠાકોર અને શ્રી એમ.વી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રીએ કહ્યું કે, આવા આયોજનોથી ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકો અને આસપાસના રહીશોમાં સુરક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધે છે અને વાસ્તવિક આપત્તિ સમયે જાન-માલનું નુકસાન ન્યૂનતમ રાખવામાં મદદ મળે છે.
ત્વરિત કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે તે ખ્યાલ આવે છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર અને મદદનીશ નિયામક શ્રી ડી.એસ. ભુટકાએ આ મોકડ્રીલનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવી મોકડ્રીલથી માત્ર સાધનોની જ નહીં પરંતુ વિભાગો વચ્ચેની જવાબદારી અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતાની પણ કસોટી થાય છે. અંતમાં, સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ પટેલે તમામ એજન્સીઓનો આભાર માની, સુરક્ષા પ્રત્યેની આ સામૂહિક કટિબદ્ધતાને બિરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button