એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ!

એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી JOJO એપ પર થશે સ્ટ્રીમ!
ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર ડિજિટલ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.
તપન વ્યાસ દ્વારા નિર્દેશિત અને પ્રવીણ પંડ્યા લિખિત આ ફિલ્મની વાર્તા ત્રણ નીડર અને હિંમતવાન યુવાનો – જય (મલ્હાર ઠાકર), જાનવી (ઈશા કંસારા) અને યોગેશ (રેવંત સારાભાઈ)ની આસપાસ ફરે છે, જેઓ એક ગંભીર મુશ્કેલીમાં ફસાયેલી ‘ઇન્ડિયા લોજ’ ના અસ્તિત્વને બચાવવા માટે મેદાનમાં ઉતરે છે. આ લોજની માલિક સરિતા બેન (છાયા વોરા) અને એક અતિ લોભી મલ્ટીનેશનલ કંપની (MNC) વચ્ચે જમીનની માલિકી અંગેનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે કોર્પોરેટના ઈશારે એક ક્રૂર સ્થાનિક ગુંડો લોજના નિર્દોષ રહેવાસીઓને બળજબરીથી બહાર કાઢવા અને લોજ પર ગેરકાયદેસર કબ્જો કરવા માટે ધમકીઓ આપે છે, ત્યારે આ ત્રણેય યુવાનો અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કરે છે. ગુંડાઓનો સામનો કરી, અન્યાય સામે લડીને ‘ઇન્ડિયા લોજ’ને બચાવવી એ જ તેમનું એકમાત્ર અંતિમ મિશન બની જાય છે, જેમાં મલ્હાર ઠાકરનો અદભુત એક્શન અવતાર, ઈશા કંસારાનો પ્રભાવશાળી અભિનય અને મેઘધનુષનું દમદાર સંગીત દર્શકોને રોમાંચિત કરે છે.
ફિલ્મના ડિજિટલ પ્રીમિયર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારો હંમેશાં એવો દઢ પ્રયાસ રહ્યો છે કે અમે ગુજરાતના અને વિશ્વભરના દર્શકો સુધી શ્રેષ્ઠ પ્રાદેશિક વાર્તાઓ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત મનોરંજન અને પ્રીમિયમ સિનેમા પહોંચાડી શકીએ. ‘મિજાજ’ એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પરંતુ તે યુવા શક્તિ, સચ્ચાઈ અને અન્યાય સામે લડવાના અડગ મનોબળને દર્શાવતી વાર્તા છે. મલ્હાર ઠાકર અને સમગ્ર સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સ અદભુત છે. થિયેટરોની અપાર સફળતા બાદ, અમને પૂરો વિશ્વાસ છે કે JOJO એપ પર પણ આ ફિલ્મને દર્શકોનો અઢળક પ્રેમ અને પ્રતિસાદ મળશે.”
ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક્શન, રોમાંચ અને ફેમિલી ડ્રામાનો આ અદભુત ડબલ ડોઝ માણવા માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, આગામી ૨૫ જૂનથી માત્ર JOJO એપ પર જઈને ‘મિજાજ’ ફિલ્મ જુઓ અને તમારા પરિવાર સાથે ઘરબેઠા આ ધમાકેદાર પ્રાદેશિક સિનેમાનો અદભુત આનંદ માણો.
JOJO App વિશે:
JOJO એપ એ ભારતનું ઝડપથી વિકસતું પ્રાદેશિક ઓટીટી (OTT) પ્લેટફોર્મ છે, જે ખાસ કરીને પ્રીમિયમ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને ઓરિજિનલ કન્ટેન્ટ વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે જાણીતું છે. યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રીમિંગ ટેકનોલોજી સાથે, JOJO એપ વિશ્વભરના ગુજરાતીઓ માટે મનોરંજનનું અગ્રણી ડેસ્ટિનેશન બની રહ્યું છે.



