અનિલ રૂંગટા પ્રમુખ, સંજય સરાવગી ઉપપ્રમુખ બન્યા

અનિલ રૂંગટા પ્રમુખ, સંજય સરાવગી ઉપપ્રમુખ બન્યા
વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું
સુરત : શ્રી શ્યામ સેવા ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રવિવારે વીઆઈપી રોડ પર આવેલા શ્રી શ્યામ મંદિર, સુરતધામના લખદાતાર હોલમાં કરવામાં આવ્યું હતું. મીટિંગમાં પ્રમુખ કૈલાશ હાકિમ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. સેક્રેટરી રાજેશ દોદરાજકા દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ટ્રેઝરર (ખજાનચી) કેદારનાથ અગ્રવાલ દ્વારા આવક-ખર્ચની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક ટ્રસ્ટી સભ્યો અને આજીવન સભ્યો હાજર રહ્યા હતા.
ત્યારબાદ કારોબારી સમિતિની મીટિંગનું આયોજન બોર્ડ રૂમમાં કરવામાં આવ્યું હતું. જેમાં સર્વસંમતિથી અનિલ રૂંગટાને પ્રમુખ, સંજય સરાવગીને વરિષ્ઠ ઉપપ્રમુખ, રાજકિશોર શાહને ઉપપ્રમુખ, શિવપ્રસાદ પોદ્દારને સેક્રેટરી, વિનય બેરીવાલાને ટ્રેઝરર, પૂરણમલ અગ્રવાલને સંગઠન મંત્રી, યોગેશ ઝાખલિયા અને શેખર ગૌરીસરીયાને સહ-સેક્રેટરી, રમેશ અગ્રવાલ (વિનાયક) અને અશોક ચોકડીકાને સહ-ટ્રેઝરર બનાવવામાં આવ્યા હતા. કારોબારીમાં રાકેશ કંસલ અને અમિત ખેમકાને નિયુક્ત સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. મીટિંગના અંતે બધાએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.



