વ્યાપાર

એએમ/એનએસ ઇન્ડિયાએ બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે પ્રીમિયમ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બ્રાન્ડ ‘પેલિકન’ લૉન્ચ કરી

એએમ/એનએસ ઇન્ડિયાએ બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે પ્રીમિયમ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બ્રાન્ડ ‘પેલિકન’ લૉન્ચ કરી
બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોમાં ઉપયોગ માટે ખવાણ-પ્રતિરોધક સ્ટીલ સોલ્યુશન
સુરત : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ આજે એએમ/એનએસ પેલિકન લૉન્ચ કર્યુ છે, જે ભારતના બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોની વધી રહેલી માંગને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવેલી પ્રીમિયમ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બ્રાન્ડ છે. આ લૉન્ચને પરિણામે કંપનીનો મૂલ્યવર્ધિત સ્ટીલ સોલ્યુશન્સનો પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે અને ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિશેષ પ્રોડક્ટ્સ વિકસાવવા પર કંપની સવિશેષ ધ્યાન આપી શકશે.
આ લૉન્ચ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ તથા બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ટકાઉ અને જાળવણીનો ઓછો ખર્ચ ધરાવતી સામગ્રીને વધુને વધુ પ્રાધાન્ય મળી રહ્યું હોવાથી ખવાણ-પ્રતિરોધક સ્ટીલ પ્રોડક્ટ્સની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભારતીય ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલનું બજાર કેલેન્ડર વર્ષ 2025માં અંદાજે 7.65 મિલિયન મેટ્રિક ટન (MnT)નું હોવાનો અંદાજ છે અને વર્ષ 2030 સુધીમાં તેમાં વાર્ષિક 8%ના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પર રક્ષણાત્મક આવરણ હોય છે, જે તેને કાટ અને ખવાણથી બચાવવામાં મદદ કરે છે. એએમ/એનએસ પેલિકનને ગ્રાહકોને કાટની સામે વિશ્વસનીય રક્ષણ, એકસમાન ગુણવત્તા અને લાંબી સર્વિસ લાઇફ પૂરી પાડવા માટે વિકસાવવામાં આવી છે. કાટ-પ્રતિરોધકતાના મામલે તેનું ચઢિયાતું પર્ફોર્મન્સ, આવરણની એકસમાન ગુણવત્તા અને ઉત્તમ ફોર્મેબિલિટી તેને એવા ઉપયોગો માટે યોગ્ય બનાવે છે, જ્યાં ટકાઉપણું, દેખાવ અને સરળતાથી ફેબ્રિકેશન કરવાની ક્ષમતા મહત્વપૂર્ણ બની જતી હોય છે.
આ પ્રોડક્ટનો ઉપયોગ રૂફિંગ અને રૂફ-સપોર્ટ સેક્શન્સ, ટ્યૂબ્સ, એર-કન્ડિશનિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ, કેબલ ટ્રેઝ, ફેન્સિંગ, ફર્નિચર, ડ્રમ્સ અને બેરલ્સ તથા એન્જિનીયરિંગને લગતા અન્ય સામાન્ય ઉપયોગો સહિત વિવિધ પ્રકારની કામગીરીઓમાં કરી શકાય છે.
પેલિકનનું ઉત્પાદન એએમ/એનએસ ઇન્ડિયાની અદ્યતન ગેલ્વેનાઇઝિંગ ક્ષમતાઓનો ઉપયોગ કરીને કરવામાં આવશે અને સમગ્ર ભારતમાં ફેલાયેલા કંપનીના વ્યાપક ડિસ્ટ્રિબ્યુશન અને કસ્ટમર નેટવર્ક મારફતે તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
શ્રી રંજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ, એએમ/એનએસ ઇન્ડિયાના જણાવ્યાનુસાર , ‘ભારતીય ગ્રાહકોને હવે એવા સ્ટીલ સોલ્યુશન્સની વધારે જરૂરિયાત વર્તાઈ રહી છે, જે ચોક્કસ કામગીરી અને પર્ફોમન્સની જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવેલા હોય. એએમ/એનએસ પેલિકન ઊંચી ગુણવત્તા ધરાવતા ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ સોલ્યુશન પૂરાં પાડે છે, જે કાટ સામે વિશ્વસનીય રક્ષણ પૂરું પાડવાની સાથે એકસમાન ગુણવત્તા અને પર્ફોમન્સનું સંયોજન ધરાવે છે. આ લૉન્ચને પગલે અમારા સ્ટીલની વિશેષ પ્રોડક્ટ્સનો સતત વિસ્તરી રહેલો પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે તથા બાંધકામ, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોના ગ્રાહકોને અમે પૂરાં પાડી શકીએ તેવા મૂલ્યવર્ધિત સોલ્યુશન્સની શ્રેણી પણ વધુ વિસ્તરશે.’
એએમ/એનએસ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ગ્રાહકોની બદલાઈ રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ અને મૂલ્યવર્ધિત સ્ટીલ બ્રાન્ડ્સના પોર્ટફોલિયોને વિસ્તારી રહી છે. એએમ/એનએસ પેલિકન આ વર્ષની શરૂઆતમાં કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવેલી સ્ટીલની બે વિશેષ બ્રાન્ડ્સ — સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટારની શ્રેણીમાં જોડાઈ ગઈ છે. સ્ટ્રક્ટ્રોમેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચરલ કામગીરીની જરૂરિયાતોને પૂરી કરે છે, જ્યારે વેલ્ડસ્ટાર હાઈ-સ્ટ્રેન્થ સ્ટીલની જરૂરિયાત ધરાવતા હેવી ઇક્વિપમેન્ટ અને મશીનરીના ઉત્પાદકોની જરૂરિયાતોને પૂરી કરે છે. તો બીજી તરફ, પેલિકનને એવા ઉપયોગો માટે તૈયાર કરવામાં આવી છે, જ્યાં ખવાણ-પ્રતિરોધકતા, ટકાઉપણું અને લાંબાગાળાનું પર્ફોમન્સ મહત્વપૂર્ણ બની જતાં હોય છે.
એકંદરે, આ તમામ બ્રાન્ડ્સ ગ્રાહકોની વધુને વધુ વિશિષ્ટ બની રહેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે કામગીરી-કેન્દ્રિત સ્ટીલ સોલ્યુશન્સ વિકસાવવાની અને ભારતમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્ટીલના વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની એએમ/એનએસ ઇન્ડિયાની વ્યૂહરચનાને પ્રતિબિંબિત કરે છે.
એએમ/એનએસ પેલિકનનું લૉન્ચ દર્શાવે છે કે, એએમ/એનએસ ઇન્ડિયા ગ્રાહક-કેન્દ્રિત હોય તેવા વિશેષ સ્ટીલ સોલ્યુશન્સને વિકસાવવા પર સતત ધ્યાન આપી રહી છે. અદ્યતન ગેલ્વેનાઇઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમગ્ર દેશમાં ફેલાયેલા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના મજબૂત સહયોગ સાથે, આ બ્રાન્ડ બાંધકામ, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોમાં હાઈ-પર્ફોમન્સ અને ખવાણ-પ્રતિરોધક સ્ટીલની વધી રહેલી માંગને પૂરી કરવા માટે સજ્જ હોવાની સાથે-સાથે ગ્રાહકોને લાંબાગાળાના ટકાઉપણું અને મૂલ્ય માટે વિશ્વસનીય સોલ્યુશન પૂરું પાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button