એન્ટરટેઇનમેન્ટ
ગુરમીત ચૌધરી અને ઈશા માલવિયાની ‘તુમ મેરે હો’માં પ્રેમ સાથે એક્શન-એડવેન્ચરનો રોમાંચ, 23 ઓક્ટોબરે થશે રિલીઝ

- ગુરમીત ચૌધરી અને ઈશા માલવિયાની ‘તુમ મેરે હો’માં પ્રેમ સાથે એક્શન-એડવેન્ચરનો રોમાંચ, 23 ઓક્ટોબરે થશે રિલીઝ
- ગુરમીત ચૌધરી અને ઈશા માલવિયાની ‘તુમ મેરે હો’માં પ્રેમ, એક્શન અને એડવેન્ચરનો તડકો; ઈશા માલવિયાનું બોલિવૂડ ડેબ્યૂ, 23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
- જ્યારે પ્રેમ જુનૂન બની જાય છે, ત્યારે તેની સફર સરળ રહેતી નથી. ગુરમીત ચૌધરી અને ઈશા માલવિયા પહેલીવાર ફિલ્મ ‘તુમ મેરે હો’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ ઈશા માલિયાનું બોલિવૂડ ડેબ્યૂ પણ છે. પ્રેમ, ઈમોશન, એક્શન અને એડવેન્ચરથી ભરપૂર આ ફિલ્મ 23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સે ફિલ્મના પહેલા પોસ્ટર્સ રિલીઝ કર્યા છે, જેમાં ગુરમીત અને ઈશાની જોડી વચ્ચેની ઊંડી લાગણીઓ અને તેમના સંબંધોની ઝલક જોવા મળે છે.
- ગુરમીત ચૌધરી અને ઈશા માલવિયાની ફ્રેશ જોડી સાથે ‘તુમ મેરે હો’ માત્ર એક સામાન્ય લવ સ્ટોરી નથી. ફિલ્મમાં પ્રેમની સાથે એક્શન અને એડવેન્ચર પણ જોવા મળશે. પોસ્ટર્સ પરથી ઝલક મળે છે કે બંનેનો સંબંધ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે અને તેમના પ્રેમનું દરેક પગલું એક નવી મુશ્કેલી લઈને આવે છે.
- ફિલ્મ વિશે વાત કરતાં દિગ્દર્શક આશિષ પાંડાએ કહ્યું, “તુમ મેરે હો દ્વારા પ્રેમની ઊંડાઈ અને તેની ઈન્ટેન્સિટીને મોટા પડદા પર રજૂ કરવી મારા માટે ખૂબ જ ખાસ છે. આ માત્ર સુંદર પળોની કહાની નથી, પરંતુ એવી લાગણીઓ, મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓની કહાની છે, જે બે લોકોના સંબંધની કસોટી કરે છે. અમે એવી ઈન્ટેન્સ લવ સ્ટોરી બનાવવા માગતા હતા, જેમાં એક્શન અને એડવેન્ચરનો રોમાંચ પણ હોય અને દર્શકોને એક મોટો સિનેમેટિક અનુભવ મળે.”
- ગુરમીત ચૌધરી સાથે કામ કરવાના અનુભવ વિશે આશિષ કહે છે, “એક એક્ટર અને પ્રોડ્યુસર તરીકે ગુરમીત સાથે કામ કરવું ખૂબ જ સરળ અને સુંદર અનુભવ રહ્યો. ક્યારેય એવું લાગ્યું નહીં કે અમે માત્ર એક ફિલ્મ બનાવી રહ્યા છીએ. એવું લાગ્યું કે અમે દિલમાંથી નીકળેલી કોઈ કહાની પર સાથે કામ કરી રહ્યા છીએ. ગુરમીતે પોતાના પાત્ર માટે જરૂરી ઈન્ટેન્સિટી અને વિશ્વાસને ખૂબ જ સારી રીતે રજૂ કર્યો અને પોતાની જાતને સંપૂર્ણ રીતે આ દુનિયામાં ઢાળી દીધી.”
- ઈશા માલવિયા વિશે આશિષ કહે છે, “ઈશા માલવિયા પોતાના પાત્રમાં એક નરમાઈ અને ઈમોશનલ ઊંડાણ લઈને આવી, સાથે જ તેણે પાત્રની મજબૂતીને પણ ખૂબ સારી રીતે રજૂ કરી. તે આ રોલ માટે એટલી પરફેક્ટ હતી કે અમારે તેના સિવાય કોઈ અન્ય વિશે વિચારવાની જરૂર જ પડી નહીં. તેનું બોલિવૂડ ડેબ્યૂ આ ફિલ્મને વધુ ખાસ બનાવે છે. મને આશા છે કે દર્શકો ‘તુમ મેરે હો’ની લાગણીઓ સાથે જોડાશે અને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પ્રેમ, એક્શન અને એડવેન્ચરનો સંપૂર્ણ અનુભવ માણશે.”
- ગુરમીત ચૌધરી અને ઈશા માલવિયા સ્ટારર ‘તુમ મેરે હો’નું દિગ્દર્શન આશિષ પાંડાએ કર્યું છે. ફિલ્મને રેવા ક્રિએટિવ હાઉસ અને ડેબગુરુ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું સંગીત સારેરેગામાનું છે અને પીવીઆર પિક્ચર્સ ફિલ્મને ડિસ્ટ્રિબ્યુટ કરી રહ્યું છે. ફિલ્મની પ્રોડ્યુસર આરતી એસ અને ડેબિના બેનર્જી છે. તેની કહાની અને સ્ક્રીનપ્લે નિરંજન અયંગર અને પૂર્વા નરેશે લખ્યા છે. ફિલ્મના સંગીતમાં મિથુન, સંજુ રાઠોડ, વિવેક વર્મા, કૃષ્ણ અને ઉદ્દીપન શર્માએ યોગદાન આપ્યું છે.
- પ્રેમ, જુનૂન, એક્શન અને એડવેન્ચરથી ભરપૂર ‘તુમ મેરે હો’ 23 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે



