વ્યાપાર

અદાણી એન્ટરપ્રાઇઝ અને જેબિલે ૫૦:૫૦ ડેટા સેન્ટર હાર્ડવેર ક્ષેત્રમાં સંયુક્ત સાહસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

અદાણી એન્ટરપ્રાઇઝ અને જેબિલે ૫૦:૫૦ ડેટા સેન્ટર હાર્ડવેર ક્ષેત્રમાં સંયુક્ત સાહસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હી : ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર માટે જરુરી સાધનોના ઉત્પાદન અને એસેમ્બલી માટે સૂચિત ૫૦:૫૦ સંયુક્ત સાહસની રૂપરેખા નક્કી કરતા એક બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર અદાણી જુથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ. અને વૈશ્વિક એન્જિનિયરિંગ, સપ્લાય ચેઇન અને મેન્યુફેક્ચરિંગ કંપની જેબિલ ઇન્કએ હસ્તાક્ષર કર્યા છે.આ સમજૂતી કરાર આખરી કરારોના અમલીકરણ, જરૂરી મંજૂરીઓ મેળવવા અને સામાન્ય શરતોની આપૂર્તિને આધીન રહેશે.
અગાઉ જૂન ૨૦૨૬માં અદાણી ગ્રુપ અને જેબિલ દ્વારા ભારતમાં AI અને ડેટા સેન્ટર માળખું અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે વ્યૂહાત્મક જોડાણ કરવાના ઈરાદાની જાહેરાત બાદ આ સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.
અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ કહ્યું હતું કે AI ક્રાંતિ માટે માત્ર અલ્ગોરિધમ્સમાં નવીનતાઓથી વિશેષ કરવા માટે ઊર્જા, હાઇપરસ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન કમ્પ્યુટિંગ અને ચોકસાઈપૂર્ણ ઉત્પાદન ભેગા મળી ‘ઇન્ટેલિજન્સ ઇકોનોમી’ને વેગ આપે. તેવા એક સંપૂર્ણ નવા ઔદ્યોગિક માળખાની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે અદાણી જુથનો દ્રષ્ટિકોણ AI માળખાને ઊર્જા પૂરી પાડવા અને તેનું સંચાલન કરવાથી લઈને કમ્પ્યુટિંગની આગામી પેઢીને આકાર આપતી મહત્વપૂર્ણ સિસ્ટમ્સના ઇજનેરી અને ઉત્પાદન સુધીની પ્રગતિને આવરી લેતી AI વેલ્યુ ચેઇનમાં આગળ વધવાનો છે.
શ્રી અદાણીએ જેબિલ સાથેનમ સૂચિત સંયુક્ત સાહસને આ ભવિષ્યના એક વ્યૂહાત્મક પગલું ગણાવતા કહ્યું હતું કે તે વૈશ્વિક AI અર્થતંત્રનો ભૌતિક પાયો ઘડવામાં મદદ કરવા માટે જેબિલની વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષમતાઓને અદાણીની ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા સેન્ટર્સ ક્ષેત્રની સંકલિત શક્તિઓ સાથે જોડે છે.
જાબિલ ઇન્ક.ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી માઇક દસ્તુરે જણાવ્યું હતું કે ભારતમાં સ્કેલ કરેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મનું નિર્માણ કરવાના અમારા સહિયારા પ્રયાસોમાં આ કરાર પર હસ્તાક્ષર એ આગળનું પગલું છે. તેઓ માને છે કે સ્થાનિક અને વૈશ્વિક AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ બન્નેની માંગ માટે એક એવું બજાર નિર્માણ થશે જે ઉત્તરોત્તર મહત્વનું બનશે. તેમણે ઉમેર્યું હતું કે જાબિલની ૬૦ વર્ષની ઇજનેરી અને ઉત્પાદન કુશળતાને અદાણીની નોંધપાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા ક્ષમતાઓ સાથે સાંકળીને અમે અમારા રેક-લેવલ ડેટા સેન્ટર સોલ્યુશન્સને ભારત અને વિશ્વભરમાં વધુ હાઇપરસ્કેલર્સ સુધી પહોંચાડી શકીએ છીએ.
સૂચિત સંયુક્ત સાહસ ડેટા સેન્ટરોમાં ઉપયોગમાં લેવાતા AI રેક્સ, સર્વર્સ, સ્ટોરેજ અને નેટવર્કિંગ સાધનોનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. રેક્સમાં AI એપ્લિકેશન્સ અને અન્ય ડિજિટલ સેવાઓ માટે ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ હશે. તેના પોર્ટફોલિયોમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન યુનિટ્સ, લિક્વિડ-કૂલિંગ સિસ્ટમ્સ અને ટ્રાન્સફોર્મર્સ સહિત આ સિસ્ટમોને પાવર અને કૂલિંગ કરવા માટે જરૂરી ઉપકરણોનો પણ સમાવેશ થશે.
આ સાહસમાં મલ્ટી-ગીગાવોટ AI રેક મેન્યુફેક્ચરિંગ અપેક્ષિત ક્ષમતા અનેક ગીગાવોટની સંયુક્ત પાવર ક્ષમતા સાથે કમ્પ્યુટિંગ સિસ્ટમ્સને આધાર આપે છે. તે ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ સેવાઓ પણ પૂરી પાડશે.
૨૦૩૦ સુધીમાં ભારતના ડેટા સેન્ટરની ક્ષમતા ૫-૮ ગીગાવોટ સુધી પહોંચવાનો અંદાજ છે, જે AI અપનાવવા, ક્લાઉડ વિસ્તરણ અને ડેટા સ્થાનિકીકરણ દ્વારા સંચાલિત છે. આ સાહસ સ્થાનિક માંગને પહોંચી વળવા અને નિકાસને ટેકો આપવા માટે ભારતમાં ઉત્પાદનનો આધાર પૂરો પાડશે. કંપનીઓ આગામી સાત વર્ષમાં AI કમ્પ્યુટિંગમાં રોકાણ દ્વારા સંચાલિત વૈશ્વિક બજારની ૩ ટ્રિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ છે.
ડિજિટલ પર્સનલ ડેટા સંરક્ષણ કાનૂન ૨૦૨૩ હેઠળ વ્યક્તિગત ડેટા સુરક્ષા માટે માળખું પૂરું પાડતી કાનૂની સુરક્ષા ૨૦૪૭ સુધી ડેટા સેન્ટરો માટે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ટેક્સ હોલિડે દ્વારા પૂરક, સ્થાનિક ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને ટેકો આપશે તેવી અપેક્ષા છે.
૨૦૩૫ સુધીમાં અદાણી જુથની ૫ ગીગાવોટ ગ્રીન-એનર્જી-સંચાલિત, હાઇપરસ્કેલ AI-સજ્જ ડેટા સેન્ટર વિકસાવવાની ૧૦૦ બિલિયન ડોલરની પ્રતિબદ્ધતા સાથે આ સાહસ સુસંગત છે. સૂચિત સાહસ માળખાગત સુવિધાઓ, ઊર્જા, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટરોમાં અદાણીની હાજરી હાર્ડવેર ઉત્પાદન ઉમેરશે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૩૬ બિલિયન ડોલરની આવક નોંધાવનાર જાબિલ માટે આ સાહસ ભારતના ડેટા સેન્ટર માર્કેટમાં તેની ઇજનેરી અને ઉત્પાદન હાજરીનો વિસ્તાર કરશે. કંપનીએ મહત્વપૂર્ણ પાવર અને એનર્જી મેનેજમેન્ટ સંબંધી ઉપાયો પૂરા પાડતી, અને ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ માટે લિક્વિડ-કૂલિંગ સોલ્યુશન્સમાં નિષ્ણાત હેનલી એનર્જી ગ્રુપ માઇક્રોસ ટેક્નોલોજીસના સંપાદન દ્વારા તેની ડેટા સેન્ટર ક્ષમતાઓ પણ વિસ્તારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button