વ્યાપાર
નાણાંકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રમાં 10થી 15 ટકાનો વૃદ્ધિદર રહેવાની અપેક્ષા

- નાણાંકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રમાં 10થી 15 ટકાનો વૃદ્ધિદર રહેવાની અપેક્ષા
- ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાની તકો વધારવા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાથી ધિરાણની માગ વધશે
- માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ ધિરાણના વ્યાજદરમાં વધારો નહીં કરે અને રેપો રેટમાં થયેલા વધારાનો બોજ પોતે ઉઠાવશે.
- સા-ધન દ્વારા આયોજિત સમાવેશક વિકાસ અંગેની 21મી વાર્ષિક કોન્ફરન્સમાં માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓના આગેવાનોએ મત વ્યક્ત કર્યો કે માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 15 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે.
- ગ્રામીણ વિસ્તારોના લોકોને ઔપચારિક ધિરાણની સુવિધા પૂરી પાડવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ બંધન ગ્રુપના સ્થાપક અને ચેરમેન ચંદ્રશેખર ઘોષનું કોન્ફરન્સમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે વર્ષ 2001માં એક શાહુકાર પાસેથી લોન લઈને બંધન ગ્રુપની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેમણે એક બિનસરકારી સંસ્થાને માઇક્રોફાઇનાન્સ સંસ્થામાં અને ત્યારબાદ યુનિવર્સલ બેન્કમાં ફેરવી છે.
- આ પ્રસંગે ચંદ્રશેખર ઘોષે જણાવ્યું હતું કે, “મહિલાઓને આવક ઊભી કરી શકે તેવા કામો માટે લોન આપવી અને તેના



