સુરતની સરકારી શાળામાં અનોખી પહેલ: વિદ્યાર્થી અને વાલી એક જ બેન્ચ પર બેસી જાણશે શૈક્ષણિક પ્રગતિ

- સુરતની સરકારી શાળામાં અનોખી પહેલ: વિદ્યાર્થી અને વાલી એક જ બેન્ચ પર બેસી જાણશે શૈક્ષણિક પ્રગતિ
- પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળામાં વર્ગ મિટિંગ યોજાઈ, 90 ટકા વાલીઓએ બાળકોની પ્રગતિ જાતે નિહાળી
આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા ક્ર. – 232, ગણેશપુરા – અમરોલીમાં શાળાના આચાર્યાશ્રી નિશાબેન વાળા ના માર્ગદર્શનમાં એક નવો વિચાર અમલી બનાવ્યો..વિદ્યાર્થી અને વાલી એક બેન્ચ પર હાજર રહ્યા… જેનું આયોજન સામાજિક વિજ્ઞાન શિક્ષક પ્રવિણસિંહ પરમાર દ્વારા થયું… વિદ્યાર્થીનુ લેખન અને વાંચન વાલી જુએ અને પોતાના બાળકની પ્રગતિ ચકાસી શકે રહેલ ત્રુટિ દૂર કરી શકે એ માટે શાળા સમયે વર્ગ મિટિંગ આયોજન કર્યુ.. જેમાં વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના 90% વાલી હાજર રહી પોતાના બાળકની પ્રગતિ જાતે તપાસી… આનંદ અનુભવ્યો… શાળાના આચાર્યશ્રી નિશાબેન દ્વારા શિક્ષણ નુ મહત્વ સમજાવ્યું… શિક્ષક ડૉ. પૂરણસાહેબે ટેક્નોલોજી અને બાળક વિશે વાત કરી.. બીજા અન્ય વિષય શિક્ષક જેવાકે સ્મિતાબેન, સારા બેન, બન્કીમજી તેમજ પ્રવીણ પટેલ સાહેબે બાળકોને શિક્ષણમાં થતી ભૂલ થી વાલીને વાકેફ કર્યા.વાલી મિત્રો આ પ્રવુતિ નિહાળી… સરકારી શાળા ખાનગી શાળાથી વિશેસ કાર્ય કરે છે એવુ જણાવ્યું..દરેક શિક્ષકો એ એક પછી એક એમ તમામ બાળકોની સારી નબળી બાબતોથી વાલીને જાણ કરી.આયોજક પ્રવિણસિંહ પરમાર એ આભાર વિધિ કરી.



