લિંબાયતમાં વિશ્વશાંતિ ધમ્મયાત્રા સાથે ૭૦મા ધમ્મચક્ર અને વર્ષાવાસ સમાપન સમારોહની ઉજવણી

લિંબાયતમાં વિશ્વશાંતિ ધમ્મયાત્રા સાથે ૭૦મા ધમ્મચક્ર અને વર્ષાવાસ સમાપન સમારોહની ઉજવણી
સુરત। લિંબાયતના શાંતિનગર સોસાયટી ખાતે આવેલા વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારમાં ૭૦મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને વર્ષાવાસ સમાપન સમારોહના ઉપક્રમે રવિવારે ભવ્ય વિશ્વશાંતિ ધમ્મયાત્રા તથા ભોજનદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારના સંસ્થાપક અધ્યક્ષ, દર્દીસેવા અધ્યક્ષ અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુભાષ ઝાડેએ કર્યું હતું.
લિંબાયતના નીલગીરી સર્કલથી બુદ્ધ વિહાર સુધી કાઢવામાં આવેલી વિશ્વશાંતિ ધમ્મયાત્રામાં સેંકડો ઉપાસક-ઉપાસિકાઓ તથા સંઘના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. ધમ્મયાત્રા દરમિયાન ભગવાન ગૌતમ બુદ્ધના શાંતિ, કરુણા, સમાનતા અને માનવતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પૂજનીય ભંતે અમરજ્યોતિ, પૂજનીય ભંતે ધમ્મજ્યોતિ, કાર્યક્રમના અધ્યક્ષ અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશોકકુમાર ભટ્ટી તથા સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર ડૉ. રવિન્દ્ર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે)ના કાર્યકારી અધ્યક્ષ દિલીપભાઈ સિરસાઠ અને મહિલા અધ્યક્ષ આશાબેન મંગળે ,સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા બુદ્ધ વિહારના ઉપાધ્યક્ષ કૃષ્ણ વાનખેડે, ગણેશ અંભોરે, જીતેશભાઇ સુરવાડે, શંકરભાઈ વાઘ, સંજય પવાર,રવીભાઇ વાનખેડે, સુનિલ સંતરપાડે,સહિત મહિલા ઉપાસિકા સંઘ, ઉપાસક સંઘ અને અન્ય કાર્યકર્તાઓએ તન, મન અને ધનથી સેવા આપી હતી. ધમ્મયાત્રા, વર્ષાવાસ સમાપન અને ભોજનદાનના માધ્યમથી સામાજિક એકતા, ભાઈચારો તથા ભગવાન બુદ્ધના શાંતિ અને માનવતાના વિચારોને આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.



