નવરાત્રી પર IDT ના વિદ્યાર્થીઓએ દાખવી પોતાની પ્રતિભા
નવરાત્રી પર સુરતમાં ફેશનનો તહેવાર વિદ્યાર્થીઓએ દાખવી પોતાની પ્રતિભા
સુરત: ગુજરાતમાં નવરાત્રિના માહોલ સાથે નૈતિક ઊર્જા અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ અને ઊર્જાને ધ્યાનમાં રાખી સુરતની ફેશન ડિઝાઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી (IDT) એ એફ સ્ટુડિયો સાથે મળીને નવરાત્રી ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાઈ હતી. જેમાં કોન્સેપ્ટ, મેકિંગ, એસેસરીજ મેકીંગ અને ગારમેન્ટ કન્ટ્રક્શન વગેરે તબ્બકા સામેલ હતા. ફાઇનલ તબક્કામાં પ્રથમ વર્ષના 15 અને બીજા વર્ષના 10 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આજરોજ આ વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મકતા સાથે વિભિન્ન પ્રકારના આભૂષણો , ફૂટવેર અને મોબાઈલ માટે અદ્વિતીય એસેસરિજ બનાવી હતી. આ ઉત્કૃષ્ટ ઉત્પાદનોને નવરાત્રી દરમિયાન જોવાનો લાહ્વો મળશે.
આ કલેક્શનને શહેરની જાણીતી ફેશન ડિઝાઇનર સંગીતા ચોકસી, ફેશન ઈનફ્લુએન્સર જગદીશ પુરોહિત , અમિત શાહ અને એફ સ્ટુડિયો ની ટીમ રાહુલ જી, કમલ જી અને હર્શિતાએ સમર્થન આપ્યું હતું.
આ કલેક્શન ને પાર્લે પોઇન્ટ ખાતે સામાન્ય જનતા માટે પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અક્ષય કુમાર અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે પૂજા ઘીવાલા એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
IDT ના ડાયરેક્ટર અંકિતા ગોયલે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડીને એક મોટું પ્લેટફોર્મ પૂરો પાડવાનો પ્રયાસ કર્યો છે. આ સ્પર્ધા સુરતને એક ટેકસટાઇલ હબ જ નહીં, પણ ફેશન હબ તરીકે ઓળખ આપવા માટે પણ અવસર આપશે.