ગુજરાત

ગ્લોબલ એક્સેલેન્સ ફોરમ દ્વારા એક રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન આઇકોન્સ એવોર્ડ્સ ૨૦૨૩ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ગ્લોબલ એક્સેલેન્સ ફોરમ દ્વારા દિલ્હી ની લીલા એમ્બીએન્સ કનવેંશન્સ હોટેલ ના હૉલ માં એક રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન આઇકોન્સ એવોર્ડ્સ ૨૦૨૩ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં દેશભરના ૨૫ થી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના પોતપોતાના ક્ષેત્રો માં અગ્રગણ્ય માનતા અને સર્વોચ્ચ કર્યો કરનારા ૧૦૦ થી વધુ મહાનુભાવો ને ઉત્તરપ્રદેશ સરકાર ના મંત્રી તથા મુખ્ય અતિથિ માનનીય શ્રી ઠાકુર રઘુરાજ સિંહ, સંસ્થા ના સ્થાપક જિતેન્દ્રકુમાર “રવિ” , અમદાવાદ ના બિઝનેસમેન તથા માનવતાવાદી કર્યો સાથે સંકળાયેલા સંસ્થાના રાષ્ટ્રીય ચેરમેન અને ગેસ્ટ ઓફ ઑનર શ્રી નઈમ તિરમીઝી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  કાર્યક્રમ માં મહેમાન તરીકે શ્રી સંદિપ માંરવાહ (નેશનલ ચેરમેન: મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ કમિટી- મિનિસ્ટ્રી ઓફ કંસ્યુમર અફેર, પ્રેસિડેન્ટ: ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી), ડોક્ટર સી એસ હિરેમથ (સેક્રેટરી: ઇન્ડિયન એસોસિયેશન ઓફ કાર્ડિયો વસ્ક્યુલાર થોરેસિક સર્જેન્સ), ફોર્ટિસ ના ડિરેક્ટર કાર્તિક કૃષ્ણન, ડૉ કાર્થીક રમેશ સી ઇ ઓ CASER -HB & સાઈમા લેબ્સ, ઇન્દ્રજીત ઘોષ (ચેરમેન MSME – CII), એ પોતાના વક્તવ્ય થી બધાનો ઉત્સાહ વધારી જોશ ભર્યું હતું. આ સિવાય વિભિન્ન દેશો ના આંતરરાષ્ટ્રિય પ્રતિનિધિઓ માં મુખ્યત્વે શ્રી કુનિહિકો કવાઝુ (Dy.COM એમ્બેસી ઓફ જાપાન, શ્રી ખુરશીદ (ડેપ્યુટી હેડ ઓફ મિશન એમ્બેસી ઓફ ઉઝબેકિસ્તાન), શ્રી ત્સીઓરી રેન્દ્રિયનારિવોની (એમ્બેસી ઓફ મડાગાસ્કર), તથા શી બસિમ હેલીસ (એમ્બેસી ઓફ પેલેસ્ટાઇન) એ ખાસ હાજરી આપી હતી  કાર્યક્રમ માં  દેશભરમાંથી ડોક્ટર્સ, પ્રોફેસર્સ, સાયન્ટિસ્ટ્સ, બિઝનેસમેન, સમાજસેવીઓ અને સમાજ સુધારકો સાથે આવેલ વિભિન્ન ક્ષેત્રો ની અંદાજે ૩૦૦ જેવી પ્રતિભાઓ એ ભાગ લીધો હતો .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button