અર્થ વેન્ચર ફંડ 1 ફુલ ડિપ્લોયમેન્ટની નજીક પહોંચ્યું, 61 ટકા આઈઆરઆર અને રૂ. 2,100 કરોડથી વધુની પોર્ટફોલિયો આવક હાંસલ કરી

અર્થ વેન્ચર ફંડ 1 ફુલ ડિપ્લોયમેન્ટની નજીક પહોંચ્યું, 61 ટકા આઈઆરઆર અને રૂ. 2,100 કરોડથી વધુની પોર્ટફોલિયો આવક હાંસલ કરી
સીડ-સ્ટેજના 32 સ્ટાર્ટઅપ્સમાં રૂ. 225 કરોડના ફંડમાંથી રૂ. 175 કરોડથી વધુનું રોકાણ થયું
પોર્ટફોલિયો વેલ્યુએશને રૂ. 750 કરોડનો આંક વટાવ્યો જેમાં બે સ્ટાર્ટઅપ્સની પ્રત્યેકની 400 મિલિયન ડોલરથી વધુની વેલ્યુ નક્કી થઈ
નાણાંકીય વર્ષ 2025માં પોર્ટફોલિયો કંપનીઓએ રૂ. 2,100 કરોડથી વધુની આવક મેળવી
Preqin (માર્ચ 2025 પર્ફોર્મન્સ બેન્ચમાર્ક રિપોર્ટ) દ્વારા ભારતનું #1 વીસી ફંડ બન્યું
મુંબઈ – અર્થ ઈન્ડિયા વેન્ચર્સ ફેમિલી ઓફિસ દ્વારા પ્રાયોજિત ભારતનું અગ્રણી અર્લી-સ્ટેજ માઇક્રોવીસી ફંડ અર્થ વેન્ચર ફંડ 1 (AVF I) ફુલ ડિપ્લોયમેન્ટ એટલે કે ફંડની સમગ્ર રકમ રોકાણ કરવાની નજીક પહોંચી ગયું છે અને તેણે સીડ-સ્ટેજમાં રહેલા 32 સ્ટાર્ટઅપ્સમાં રૂ. 175 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. શરૂઆત થઈ ત્યારથી AVF I એ 61 ટકાના નોંધપાત્ર ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન (આઈઆરઆર) મેળવીને પોતાને બધા કરતા અલગ તારવ્યું છે. આ ફંડે ભારતમાં અન્ય સાથી માઇક્રોવીસી ફંડ્સની 35 ટકાના ઔદ્યોગિક સરેરાશ આઈઆરઆરથી પણ સારી કામગીરી નોંધાવી છે જે તેને વિશ્વભરના ટોચના પાંચ ફંડ્સમાં સ્થાન આપે છે.
નાણાંકીય વર્ષ 2025માં જ AVF I ની પોર્ટફોલિયો કંપનીઝે સંયુક્તપણે રૂ. 2,100 કરોડથી વધુની આવક મેળવી હતી જેમાં બે અગ્રણી વેન્ચર્સનું મૂલ્ય 400 મિલિયન ડોલરથી વધુનું થઈ ગયું છે. એવરેસ્ટ ફ્લીટમાંથી ગયા વર્ષે કરેલી સફળ એક્ઝિટ અને ઘનિષ્ઠપણે હાથ ધરેલી કામગીરી હેઠળ તાજેતરમાં નક્કી કરેલી એક્ઝિટના પગલે ફંડની ડિસ્ટ્રીબ્યુટેડ ટુ પેઇડ-ઇન કેપિટલ (ડીપીઆઈ) 20 ટકાએ પહોંચી છે.
નાણાંકીય વર્ષ 2018માં શરૂ થયેલા અને રૂ. 225 કરોડ સાથે જુલાઈ 2021માં બંધ થયેલા AVF I એ Everest Fleet, Agnikul, LenDenClub, GetWork, Lemnisk, InstaAstro, Daalchini, અને Nirmalaya સહિતના વિવિધ શ્રેણીના વેન્ચર્સમાં 50થી વધુ ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડ્સ હાથ ધર્યા છે. નોંધનીય છે કે તેની ટોચની 10 પોર્ટફોલિયો કંપનીઓ પૈકીની 6 કંપનીઓ નફો કરી રહી છે અને બીજી અનેકને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો અને અગ્રણી કોર્પોરેટ વેન્ચર કેપિટલ ફંડ્સ તરફથી નોંધપાત્ર ફોલો-ઓન ઇન્વેસ્ટમેન્ટ્સ મળ્યા છે.
AVF ને નેટ મલ્ટીપલ અને આઈઆરઆર જેવા મેટ્રિક્સના આધારે માર્ચ 2025 પર્ફોર્મન્સ બેન્ચમાર્ક રિપોર્ટમાં જણાવ્યા મુજબ Preqin દ્વારા ભારતમાં #1વીસી ફંડ તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ AVF I ને 2018માં લોન્ચ થયેલા તમામ સમકક્ષ વીસી ફંડ્સથી આગળ મૂકે છે અને ભારતની વેન્ચર કેપિટલ ઇકોસિસ્ટમમાં લીડર તરીકે તેનું સ્થાન મજબૂત બનાવે છે. આ રિપોર્ટ મુજબ AVF I એ 3.75 ગણી (ભારતીય રૂપિયામાં) અને 3.40 ગણી (અમેરિકી ડોલરમાં) TVPI (Total Value to Paid-In Capital) નોંધાવી છે.
અર્થ વેન્ચર ફંડના મેનેજિંગ પાર્ટનર અનિરુદ્ધ એ. દામાણી એ જણાવ્યું હતું કે ફંડ દ્વારા અમારી ફેમિલી કેપિટલ મેનેજ કરવાના એક નાના પ્રયોગ સાથે કરેલી શરૂઆત આજે એક શક્તિશાળી પોર્ટફોલિયો બની ગયો છે જે 20,000થી વધુ લોકોને પ્રત્યક્ષપણે અને 1,00,000થી વધુ પરોક્ષપણે નોકરી આપે છે. અનેક રીતે અમે અમારા ફંડની સફરના મધ્યાહને પહોંચી ગયા છીએ જેમાં હજુ ચાર વર્ષ બાકી છે. અમે આ અભૂતપૂર્વ સાહસોને આગળ લઈ જવાનું ચાલુ રાખીએ છીએ જેમાં કોસ્મોસથી માંડીને તમારા ઘરેથી તમને લઈ જતી રેડિયો-ટેક્સીનો સમાવેશ થાય છે. અમારા આંકડા આકર્ષક છે પરંતુ હજુ ઘણી ઊર્જા અને મૂલ્ય અનલોક થવાના બાકી છે. અમે 10 ગણી ડીપીઆઈનું વળતર આપતા ભારતના પ્રથમ વીસી ફંડ બનાવવા પર ગહનપણે ધ્યાન આપી રહ્યા છીએ.
અર્થ સિલેક્ટ ફંડના એપી અને સ્નો લેપર્ડ વેન્ચર્સના ફાઉન્ડર ક્રિસ કોલેનટીએ ઉમેર્યું હતું કે લાંબા ગાળાના એલપી અને અર્થ ખાતેના બોર્ડ મેમ્બર તરીકે મેં શિસ્તતા, સાતત્યતા અને સ્પષ્ટતા જોઈ છે જેની સાથે અનિરુદ્ધ અને તેમની ટીમે તેમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક ઊભું કર્યું છે. AVF I ના પરિણામો કંઈ આકસ્મિક નથી. તે ભારતની આગામી કેટેગરીના લીડર્સને સમર્થન આપતી વર્ષોની પદ્ધતિસરની કામગીરી, મજબૂત પ્રશાસન અને નિર્ભિક માન્યતાને દર્શાવે છે. તેમનું મોટાભાગનું મૂલ્ય સર્જન વિસ્તારી શકાય તેવું છે અને હજુ પણ વિજેતા તરીકે ઉભરી શકે તેવા વેન્ચર્સને ઓળખવા માટેની ક્ષમતા પર આધારિત છે. અમારા મતે આ બાબત અનિરુદ્ધને બધાથી અલગ તારવે છે. આ કામગીરી અર્થ જે પૂરું કરવા ધારે છે તેની કેવળ શરૂઆત જ છે.