સુરત મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા (SHS) અંતર્ગત શહેરી વિસ્તારોની સફાઈ, પ્લાન્ટ કટિંગ, થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ, ઝેબ્રા માર્કિંગની કામગીરી હાથ ધરાઈ

સુરત:સોમવાર: રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સફળ થઈ રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” મિશન વધુને વધુ અસરકારક બની રહ્યું છે. સ્વચ્છતા ઝુંબેશ હેઠળ મનપાના દક્ષિણ પૂર્વ ઝોનમાં ડિંડોલી વારિગૃહ નજીક સુમુખ સર્કલ, મહારાણા પ્રતાપ સર્કલ પર (મિડલ રિંગ રોડ) કલર કામગીરી, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પનાસથી અણુવ્રત દ્વાર તરફ BRTS રોડ ડિવાઇડરમાં પ્લાન્ટ કટિંગ કામગીરી હાથ ધરાઈ હતી.
દક્ષિણ ઝોન બીમાં સચિન ગામતળ નજીક સુરત નવસારી રોડ પર કલર કામ, સનબિલથી સચિન બ્રિજ (BRTS કોરિડોર) સુધી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી માર્કિંગ (એજલાઇન), સેન્ટ્રલ ઝોનમાં બહુમાળી બિલ્ડિંગ પાસે અને રિંગ રોડ બ્રિજ પર થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી લેન/બમ્પ/ઝેબ્રા માર્કિંગ, પૂર્વ ઝોન બીમાં વાલક પાટિયાથી કામરેજ BRTS રૂટમાં વીડિંગ કામગીરી, ગ્રીન વિક્ટોરી અને સંગિની સર્કલની નજીક થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી ઝેબ્રા માર્કિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.