વ્યાપાર

એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો રૂ.338 લપસ્યો

એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો રૂ.338 લપસ્યો

સોનાના વાયદામાં રૂ.316 અને ચાંદીમાં રૂ.667ની નરમાઈ

 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59615.34 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11600.08 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.48015.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 19550 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1159.24 કરોડનું થયું હતું. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7368.55 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.78320ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78530 અને નીચામાં રૂ.78111ના મથાળે અથડાઈ, રૂ.78532ના આગલા બંધ સામે રૂ.316 ઘટી રૂ.78216ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.683 વધી રૂ.63485ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.7731ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.164 ઘટી રૂ.77845ના ભાવ થયા હતા. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.96666ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97194 અને નીચામાં રૂ.96100ના સ્તરને સ્પર્શી, રૂ.97134ના આગલા બંધ સામે રૂ.667 ઘટી રૂ.96467ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.678 ઘટી રૂ.96275ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.678 ઘટી રૂ.96290ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

બિનલોહ ધાતુઓમાં રૂ.1547.49 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.6.45 વધી રૂ.796.5ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.1.85 ઘટી રૂ.286.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 70 પૈસા ઘટી રૂ.240ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.178.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં રૂ.2678.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5850ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5889 અને નીચામાં રૂ.5670ના મથાળે અથડાઈ, રૂ.6040ના આગલા બંધ સામે રૂ.338 ઘટી રૂ.5702ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.333 ઘટી રૂ.5708ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.12.8 ઘટી રૂ.202ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.12.5 ઘટી રૂ.202ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.919ના ભાવે ખૂલી, રૂ.1.9 ઘટી રૂ.922ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.260 ઘટી રૂ.56100ના ભાવ થયા હતા. કપાસિયા વોશ તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.9.6 ઘટી રૂ.1195.1ના ભાવે બોલાયો હતો. 

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3347.85 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.4020.70 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.737.81 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.240.95 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.55.18 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.513.55 કરોડનાં કામકાજ થયાં હતાં. 

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.1285.16 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1393.24 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.05 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.5.64 કરોડનાં કામ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18093 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 22694 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5659 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 85592 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 25447 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39045 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 152287 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 17608 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 32911 લોટના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 19500 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19550 પોઈન્ટના સ્તર અને નીચામાં 19500 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 48 પોઈન્ટ ઘટી 19550 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. 

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.214.3 ઘટી રૂ.164ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.95 ઘટી રૂ.4.2ના ભાવ થયા હતા. 

સોનું નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.117.5 ઘટી રૂ.670.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.105000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.113.5 ઘટી રૂ.1289.5ના ભાવે બોલાયો હતો. તાંબુ નવેમ્બર રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 21 પૈસા ઘટી રૂ.17.47ના ભાવ થયા હતા. જસત નવેમ્બર રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 73 પૈસા ઘટી રૂ.2ના ભાવ થયા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button