સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી નોંધાવતું સુરત
સુરત:સોમવાર: તા.૧ ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને બહોળા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત રાજ્ય કરવાની નેમ સાથે શરૂ કરાયેલી મુહિમ અંતર્ગત વિવિધ પ્રવુત્તિઓ કરાઇ રહી છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કામરેજ તાલુકાના દિગસ ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ગ્રામજનો અને આંગણવાડીની બહેનોએ સાથે મળી દિગસ-૨ નંદઘર આંગણવાડી કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારની સાફ સફાઇ કરાઇ હતી.
લોકો રોજિંદા જીવનમાં સ્વચ્છતાની આદત કેળવે એ હેતુથી ગાંધી જયંતિથી શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને ૨ માસ સુધી લંબાવવામાં આવ્યુ છે. જેમાં ગ્રામ્ય તથા શહેરનાં વિસ્તારોમાં રોડ રસ્તા રિપેરિંગ, ગાર્ડન સુશોભન, ટ્રી કલર પટ્ટી લગાવવી, બિલ્ડિંગની સાફ સફાઇ રંગરોગાન, ટાંકી વગેરેની સાફ સફાઇ જેવા વિવિધ કાર્યક્રમો કરાશે.