ગુજરાત

હર્ષ સંઘવી ની દિવાળી ઓફર જુઓ શુ છે?………..

સુરત: તા.૧૦ નવેમ્બર શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે થી મારા જનસંપર્ક કાયૉલય ( શુભલક્ષ્મી કોમ્પલેક્ષ, સીટી લાઇટ)પાસે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવાઓનો સ્ટોલ લાગશે. આ બાળકો દ્વારા ખૂબ મહેનત કરીને બનાવાયેલા આ દીવાઓને ખરીદીને આપણા ઘરને અને એમની દિવાળીને રોશન કરીએ.

દિવાળી પર દીવાની ખરીદીનો તો મહિમા હોય જ છે પણ અહીં દિવ્યાંગ બાળકો દ્વારા એમની કલા અને પુરુષાર્થથી રંગાયેલા દીવાઓનો મહિમા છે અને એમને પ્રોત્સાહિત કરવાનો એક સદભાવ છે.

હું આપ સૌને આ સ્ટોલમાંથી વધુમાં વધુ દીવાઓ ખરીદીને દિવ્યાંગ બાળકોની મહેનતને સહયોગ આપવા નમ્ર અપીલ કરું છું.

આદર સહ- હર્ષ સંઘવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button