(MSME): સુરતમાં મેગા એમએસએમઇ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કેનેરા બેંક ઉદ્યોગોની ધિરાણ જરૂરિયાત સંતોષવા માટે હંમેશા પ્રતિબદ્ધ
સુરતઃ કેનેરા બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અશોક ચંદ્રાના સૂરત પ્રથમ પ્રવાસ નિમિત્તે સુરત રિજનલ ઓફિસે તારીખ 08/11/2023ના રોજ સુરતમાં મેગા એમએસએમઇ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદના સર્કલ હેડ શ્રી શંભૂ લાલ, સુરતના રિજનલ હેડ શ્રી સુધાંશુ એસ. સાહુ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર ઘણા સંભવિત એમએસએમઇ ગ્રાહક ઉપસ્થિત હતા, અને તેમને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અશોક ચંદ્રા દ્વારા લોન મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. આમ તો કેનેરા બેંક નવેમ્બમાં સ્થાપના મહિનો અને એસએચજી મહિનો પણ ઉજવણી રહ્યું છે, આથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક ચંદ્રાની ગરિમામય ઉપસ્થિતિમાં મહિલાઓના સામાજિક સશક્તિકરણ માટે એસએચજી લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અશોક ચંદ્રાએ સભાને એશિયા સ્પેશિયલ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બેંકની ખાસ લોન સ્કીમમાં કરાયેલા નવા ફેરફારો સાથે સાથે રિટેલ સેક્ટરમાં ઘણી નવી પ્રોડક્ટો દ્વારા બજાર હિસ્સેદારીમાં વૃદ્ધિ માટે બેંક દ્વારા લેવામાં આવેલા તમામ પગલાંઓની માહિતી આપવામાં આવી હતી, જે હોમ અને અન્ય રિટેલ પ્રોડક્ટોની માટે ઘણી પ્રતિસ્પર્ધી છે અને આકર્ષક દરે ઉપલબ્ધ છે. દિવસનું સમાપન એચએનઆઈ ગ્રાહકોની સાથે જોડાણ વધારવા હેતુ કરાયેલી બેઠકથી થયુ હતુ. આ કાર્યક્રમના આયોજનમાં બેંક દ્વારા લેવામાં આવેલા પગલાંની ગ્રાહકોએ પ્રશંસા કરી હતી.
તદુપરાંત શ્રી અશોક ચંદ્રાએ તમામ ઋણ ધારકોને ખાતરી આપી કે કેનેરા બેંક કોઇ પણ પ્રકારની વ્યાવસાયિક જરૂરિયાતો માટે હંમેશા હાજર છે અને સાથે જ બેંક પોતાની સામાજીક જવાબદારીઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ અવસર પર શહેર અને આસપાસની બ્રાન્ચોના તમામ સ્ટાફ સભ્યોની માટે એક ટાઉન હોલ મીટિંગનું પણ આયોજન કરવામા આવ્યું હતું.