પાંડેસરા ખાતે મિલ સ્ટાફ અને તેમના પરિવારો સાથે પ્રેમપૂર્વક દિવાળીની ઉજવણી કરાઈ

પાંડેસરા ખાતે મિલ સ્ટાફ અને તેમના પરિવારો સાથે પ્રેમપૂર્વક દિવાળીની ઉજવણી કરાઈ
સુરત,
પાંડેસરા સ્થિત લક્ષ્મીપતિ મિલ ખાતે મિલના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે દિવાળી સ્નેહ મિલન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. લક્ષ્મીપતિ મિલના ડાયરેક્ટર સંજય સરાવગીએ જણાવ્યું હતું કે આ પરંપરા છેલ્લા ઘણા સમયથી ચાલી આવે છે અને આજનો દિવસ તે બધાને સમર્પિત છે. આ પ્રસંગે મિલ પરિસરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લગભગ ચાર હજાર લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. તમામ સ્ટાફને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના બાળકોને ચોકલેટનું બોક્સ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હાજર રહ્યા હતા. સૌએ એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. લક્ષ્મીપતિ પરિવાર દ્વારા સૌનો આભાર માન્યો હતો.
 
				 
					


