કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

સુરતઃ સોમવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના કામરેજ તાલુકાના વાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ યાત્રામાં પદાધિકારીઓ અને વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે કામરેજ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતિ તેજલબેન મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુમનબેન રાઠોડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી હર્ષદભાઇ ઢોડીયા, તાલુકા પંચાયત સભ્યશ્રી રાજુભાઇ પટેલ, TDO શ્રી એસ.જી.પટેલ, THO શ્રીમતિ શાન્તાકુમારી દેવી, ઇ.ચાર્જ વિસ્તરણ અધિકારી ખેતી શ્રી ચેતનભાઇ પી. સોલંકી, વેટરનરી ઓફિસરશ્રી પશુપાલન, અગ્રણીસર્વશ્રી રમેશભાઇ સીંગાણા, મંજુબેન રાઠોડ, જતીનભાઇ પટેલ, કૌશલભાઇ પટેલ, તેમજ ગામના સરપંચશ્રી ,ઉપસરપંચશ્રી, તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.