RK HIV & Aids Research Care Center દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોષણાશ્રમ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

સુરત: કોલ ઈન્ડિયા લિમિટેડ સીએસઆરના સહયોગથી આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે એક પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના 6000 આર્થિક રીતે નબળા વર્ગને પોષણાશ્રમ કીટનું વિતરણ કર્યું.
કોલ ઈન્ડિયા લિમિટેડ CSR પહેલ હેઠળ, કતારગામ-સિંગણપોર મલ્ટીપર્પઝ કોમ્યુનિટી હોલ, સુરત ખાતે આર્થિક રીતે નબળા વર્ગોને પોષણશ્રમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક આરકે એચઆઇવી એઇડ્સ સંશોધન અને સંભાળ કેન્દ્ર દ્વારા 6000 થી વધુ લોકોને પોષણાશ્રમની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બંને સંસ્થાઓના પ્રશંસનીય સંયુક્ત પ્રયાસોથી નબળા વર્ગના લોકોને પોષણ શ્રમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બંને સંસ્થાઓના ભગીરથ પહેલ અભિયાન કાર્યક્રમમાં આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના ચેરમેન ધર્મેન્દ્ર કુમાર અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.આર.કે.એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે. RK HIV AIDS રિસર્ચ એન્ડ કેર સેન્ટર સમગ્ર ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે હેલ્થ કેમ્પ , ન્યુટ્રીશ્યન કીટનું વિતરણ અને પોષણશ્રમ કીટનું વિતરણ જેવા સેવાકીય કાર્ય કરી રહ્યું છે. 6000 પોષણાશ્રમ કીટના વિતરણના કાર્યક્રમમાં પોષણની કીટ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.