શિક્ષા

આપની શાળા કોલેજોએ ખરેખર કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ?

આપની શાળા કોલેજોએ ખરેખર કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ?

 

આજે ખરેખર જોવા જઈએ તો એક સાચા શિક્ષકે વિદ્યાર્થીઓને માહિતી ભણાવવી જ ના જોઈએ આમ પણ જોઈએ તો માહિતીની જાણ કરી શકાય આદાનપ્રદાન કરી શકાય પણ માહિતી કોઈ દિવસ ભણાવી શકાતી નથી.

આજે તો વિદ્યાર્થીઓ પાસે પહેલેથી જ એટલી બધી માહિતી હોય છે કે શિક્ષકનું કામ એ માહિતીની છણાવટ કેમ કરવી અને આપના માટે સારી અને કામની ઉત્તમ માહિતી કઈ છે એ શોધતા શીખવવાનું છે આનાથી આગળ જોઈએ તો શિક્ષકે આ માહિતીનો ઉપયોગ ઘર પરિવાર સમાજ રાજ્ય દેશના હિતમા કેવી રીતે કરી શકાય એ સમજાવવાનું કામ કરવાનું છે આ જ વાતો લઈ પશ્ચિમ જગત શાળાઓ યુનિવર્સિટી ચલાવે છે પણ હજુ એ લોકો એને પામી શક્યા નથી

આપના શિક્ષકોની એવી માન્યતા છે કે આપને વિદ્યાર્થીઓને માહિતી આપી દેવાની હોય અને પછી એ વિદ્યાર્થીઓ આ માહિતીનો ઉપયોગ પોતાની જાતે કરી આ દુનિયાને જેવી બનાવવી હશે એવી બનાવશે.

આમાં થાય છે શું વિદ્યાર્થીઓની આખી એક પેઢી એક એક સમાન દ્રષ્ટિકોણ વિકસાવી ના શકે તો એ વિદ્યાર્થીઓ ભવિષ્યના નિર્ણયો આધેધડ રીતે કરશે.હવે આ સંભાવના વધી રહી છે કેમ કે વિદ્યાર્થીઓ ધીરજ સબરના પાઠો ક્યારેય શીખ્યા જ નથી.

શાળા કોલેજોએ ક્રિએટીવીટી કોમ્યુનેકેશન ક્રિટિકલ થીકકિંગ કોલોબરેશન ભણાવવાની જરૂર છે.

આપને વિદ્યાર્થીઓને ટેક્નિકલ શિક્ષણની સાથે જીવન કોશલ્યો પણ શીખવવા પડશે કેમ કે આજના ટેક્નોલોજીના યુગમાં સમાજમાં ટકી રહેવા અને આગળ પ્રગતિ કરવા માટે એ ખુબ જરૂરી છે એમાં કલા હુન્નર કોશલ્યનું પોતાનું આગવું એક મહત્વ છે

પરિવર્તન સાથે કેમ કામ લેવું કાયમ નવી નવી વસ્તુઓ શીખતાં રહેવી અને અપરિચીત જીવનની તકલીફો મુસીબતોમા ધીરજ રાખવી એ ખાસ શીખવવા જેવું છે આને શીખવવા આપને એક નવા કોર્ષ અને નવી માનસિકતાની જરૂર છે.

આપને ત્યાં આજે વરસોથી જીવન બે ભાગમાં વહેંચવામા આવ્યું છે

૧ ભણવાનો સમય

૨ કામ કરવાનો સમય

જીવનની શરૂઆતમા આપને જરૂરી માહિતી વિદ્યા કોશલ્ય હુન્નર કલા કારીગરી શીખવામાં પસાર કરીએ છીએ જેથી આ બધી કલા કારીગરી આપને ભવિષ્યના જીવનમાં મદદરૂપ થઈ શકે પણ હવે બહુ ઝડપથી બધું પરિવર્તન થઈ જાય છે એ જોતા પહેલાની જેમ બે ભાગવાલી વાત બહુ કામમાં આવે એમ નથી

જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ માણસની પરિવર્તન સ્વીકારવાની ક્ષમતા ઓછી થતી જાય છે પણ એકવીસમી સદીમા જેમ માણસની ઉંમર વધશે એમ માણસને વધુ બદલવાની આવશ્યકતા રહેશે આ એક એવો સમય છે કે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સિથરતા પાલવી શકે તેમ નથી

જો કોઈ એક માણસ એક નોકરી જ પકડીને ચાલશે તો કદાચ એનું ઘર જીવન ચાલી જશે પણ એ માણસ દુનિયામાં ઘણો પાછળ રહી જશે હવે સમાધાન અનુકૂલન કેમ સાધવું એ શીખવવાનું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button