ધર્મ દર્શન
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર કર્યા હતા.
ગાંધીનગર: ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના અહવાનને હર્ષોલ્લાસ સાથે ઝીલી લઇ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણા કર્યા હતા.
મંત્રીશ્રીએ અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની નિવાસ સંકુલે દિવડા પ્રગટાવી, રામજ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરી હતી.