સાગર સંજયભાઇ પ્રધાન એ.એસ.આઇ. ઇકોસેલ, સુરત શહેર 500000 લાખની લાંચ લેતાં ઝડપાયા

એ.સી.બી.ની સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી : (૧) સાગર સંજયભાઇ પ્રધાન એ.એસ.આઇ. ઇકોસેલ, સુરત શહેર
(૨) ઉત્સવ સંજયભાઇ પ્રધાન ( પ્રજાજન )
ગુનો બન્યા : તા.૨૩/૦૪/૨૦૨૪
લાંચની માંગણીની રકમ: રૂપિયા ૫,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ: રૂપિયા ૫,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૫,૦૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ: મુંબઈ તડકા ફાસ્ટ ફુટ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે અલ્કાપુરી સર્કલ બ્રીજ નીચે, કતારગામ, સુરત શહેર
ગુનાની ટુંક વિગત: આ કામના ફરિયાદીશ્રીના ભાગીદાર ઉપર મુંબઇમાં છેતરપીડીનો ગુનો દાખલ થયેલ જે અન્વયે આ કામના આરોપી નં.૧ નાઓ ફરિયાદીને તથા તેના ભાગીદારને પકડી લાવેલ સાથે ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડિવીઆર, કંપનીના દસ્તાવેજો, અને ડાયમંડ પણ આ કામના આરોપી નં.૧ પોતાની ઓફિસમાં લઈ આવેલ અને ફરિયાદીના ભાગીદારને મુંબઇ પોલીસમાં દાખલ થયેલ ગુનાના કામે સોપી દિધેલ. બાદ ફરિયાદીને છોડવાના તથા ફરિયાદીની ઓફિસ માંથી લઇ આવેલ માલ સામાન પરત આપવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૧૫,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જેમાંથી આજરોજ રૂ.૫,૦૦,૦૦૦/- માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ નાએ લાંચની રકમ સ્વિકારી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.૨ પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. આરોપી નં.૧ સ્થળ પર મળી આવેલ નથી.
ટ્રેપીંગ અધિકારી શ્રી બી.ડી.રાઠવા, પો.ઇન્સ., નવસારી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી* શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.