પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી ઈજાગ્રસ્ત
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા સ્લીપ થતાં હેલિકોપ્ટરની અંદર પડી ગયા : અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે (૨૭ એપ્રિલ) ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે દુર્ગાપુર પહોંચ્યાં હતાં, અહીં તેઓ જ્યારે હેલિકોપ્ટરમાં સવાર થઈને જતાં હતા ત્યારે પગ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા સ્લીપ થતાં હેલિકોપ્ટરની અંદર પડી ગયા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે.
દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓલગાવવામાં આવી હતી, અને હેલિકોપ્ટરની અંદર બેસવા માટે તેને ચડવું પડતું હતું. મમતા આ સીડી પર ચડીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી, પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગઈ. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે.