કામરેજની સાંઈ હોસ્પિટલમાં સોનોગ્રાફી રેકોર્ડ નહીં જાળવતા તબીબ રમેશ કુમાવતને ત્રણ માસની કેદ

કામરેજની સાંઈ હોસ્પિટલમાં સોનોગ્રાફી રેકોર્ડ નહીં જાળવતા તબીબ રમેશ કુમાવતને ત્રણ માસની કેદ
હોસ્પિટલ હાર્ટ એકડ જનરલ હોસ્પિટલ કામરેજ ખાતે આવેલી સાઈ હોસ્ટિટલમાં સોનોગ્રાફી બાદ રેકર્ડ નહી જાળવવાના કેસમાં આરોપી ડોકટર રમેશ એમ. કુમાવતને ત્રણ મહિનાની સજા કરવામાં આવી હતી. ડો.કુમાવતે નીચલી કોર્ટનો સજાનો હુકમ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો સજાનો હુકમ કાયમી રાખ્યો હતો અને ડોકટરને કસ્ટડીમાં લેવાનો આદેશ પણ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી ડોકટર આર.કે. બંસલે તા.૪,૫,૨૦૧૧ના રોજ કામરેજ ખાતે આવેલી સાંઈ
તથા પ્રસિતગૃહ પર તપાસ કરી હતી.
તપાસ દરમિયાન હકીકતો સામે આવી
હતી કે ડોકટર રમેસ એમ.કુમાવત હોસ્પિટલમાં સગર્ભાઓની સોનોગ્રાફી કર્યા બાદ કાયદેસર રીતે જાળવવાના થતા રેકર્ડની જાળવણી કરી ન હતી. હુકમ જેથી પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. પણ
એક્ટના કાયદાની જોગવાઈઓનો ભંગ બદલ કોર્ટમાં ડોક્ટર કુમાવત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં કોર્ટે તકસીરવાર ઠેરવી ત્રણ મહિનાની સજા કરી હતી. જેથી આ હુકમને પડકારતી અરજી ડો.કુમાવતે સુરત સેશન્સ કોર્ટમાં કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફે સિનીયર વકીલ મુખ્તીયાર શેખ અને યાહ્યા એમ શેખે હાજર રહી દલીલો કરી હતી. સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ કાયમી રાખ્યો હતો. આ ઉપરાંત આરોપીને કસ્ટડીમાં લેવા પણ કરતા ડો.કુમાવતને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
ડૉ. કુમાવતને નીચલી કોર્ટે ત્રણ મહિનાની કેદની સજાનો હુકમ સેસન્સ કોર્ટમાં પડકાર્યો હતો, કોર્ટે નીચલી અદાલતના હુકમને યથાવત રાખ્યો