વધતી ઉંમરે હેલ્ધી અને એક્ટિવ રહેવા યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવો આવશ્યક

વર્ષોથી ગ્રૂપમાં યોગ અભ્યાસ કરતાં હિનાબેન પટેલ બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સ્વસ્થતાનો તાલમેલ સાધવાનો શ્રેય નિયમિત યોગને આપે છે:
ગ્રૂપમાં યોગ કરવાથી કંટાળો નથી આવતો તેમજ નવા આસનો શીખવા જરૂરી પ્રોત્સાહન મળી રહે છે:
યોગસાધક હિનાબેન પટેલ
સુરત:શુક્રવાર: છેલ્લા ઘણાં વર્ષોથી યોગ સાથે જોડાયેલા અને નિયમિત રીતે ગ્રૂપમાં યોગાભ્યાસ કરતાં સુરતના હિનાબેન પટેલ પોતાની તંદુરસ્તીનું રહસ્ય યોગને આપે છે. યોગને કારણે શરીરમાં ફ્લેક્સિબિલિટી વધવાની સાથે એનર્જી પણ વધે છે એમ જણાવતા હિનાબેન બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સ્વસ્થતાનો તાલમેલ સાધવાનો શ્રેય નિયમિત યોગને આપે છે.
હિનાબેન જણાવે છે કે, અમે વર્ષોથી સાથે ગ્રૂપમાં યોગ કરી છીએ જેથી નિયમિત યોગ કરવાનો કંટાળો નથી આવતો. તેમજ જ્યારે પણ નવા આસનો કરવા હોય ત્યારે જરૂરી પ્રોત્સાહન મળી રહે છે. તેઓ કહે છે કે, વધતી ઉંમરે શારીરિક રીતે સ્વસ્થ અને એક્ટિવ રહેવા ‘માટે રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવું જરૂરી છે. સાથે જ તેમણે દરેકને ‘EVERYDAY IS YOGDAY’નાં સૂત્ર સાથે રોજ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને નિરોગી રહેવાનું આહ્વાન કર્યું હતું.