આરોગ્ય
સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા યોગ શિબિરનું આયોજન: ૧૫૫૨ લાભાર્થીઓએ ભાગ લીધો

નવસારીઃ મંગળવાર: ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન-૨૦૨૪ની ઉજવણીના ભાગ રૂપે સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી દ્વારા વૈદ્ય પંચકર્મશ્રી ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોગ પ્રશિક્ષક શ્રીમતિ શીતલ બેન સોલંકી દ્વારા હોસ્પિટલ ખાતે સાત દિવસીય યોગ શિબિર તા. ૧૫/૦૬/૨૦૨૪ થી તા. ૨૧/૦૬/૨૦૨૪ સુધી સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી યોજાઇ.
તેમજ જુદી-જુદી અન્ય જગ્યાએ પણ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ ૧૨ શિબિરો, ૧૩૬૪ લાભાર્થીઓ ૨ વર્કશોપમાં ૮૩ ભાગ લેનારા અને ૨ સત્રોમાં ૧૦૫ લાભાર્થીઓ મળીને કુલ ૧૫૫૨ લાભાર્થીઓએ લાભ લીધો.