ચોર્યાસી તાલકુાના સબ સેન્ટર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કલબ મીટીગ યોજાઈઃ
સુરતઃ ગુરૂવારઃ- સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોહિણીના સબ સેન્ટર ખરવાસાના ગામ બોણંદની પ્રાથમિક શાળામાં ધો. ૫ થી ૮ ના ૮૭ બાળકોની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત કલબ મીટીંગ યોજાઈ હતી. જે કલબ મીટીંગમાં પ્રા.આ.કેન્દ્ર મોહિણીના સબસેન્ટર ખરવાસાના CHO ડો.નિકીતા પ્રજાપતિ, FHW સેજલબેન પટેલ, MPHW વિજયભાઇ રાણા, RBSK MO ડો.નીંકલ પટેલ તેમજ ફાર્માસિસ્ટ કૃતિક પટેલ હાજર રહ્યા હતા.
કલબ મીટીંગમાં CHO ડો.નિકીતા પ્રજાપતિએ બાળકોમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો, RTI/STI વિશેની સંપૂર્ણ માહિતી, બાળકોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, હીપેટાઇટીસ અને HIV/AIDS રોગ વિશેની માહિતી, પર્સનલ હાઈજીન વિશેની સંપૂર્ણ માહિતી, કિશોરીઓ માટે મેન્સ્યુઅલ હાઈજીન વિશે વિસ્તૃત ચર્ચા, સેનેટરી નેપકીનના યોગ્ય નિકાલની રીત વિશે પૂરતી જાણકારી આપી હતી. આ ઉપરાંત જનરલ ન્યુટ્રીશન બાબતે જ્ઞાન, જંકફૂડ એટલે કે એવો ખોરાક કે જેનું પોષક મુલ્ય ઓછું હોય છે અને સામાન્ય રીતે પેકેજડ નાસ્તાના રૂપમાં ઉત્પાદિત થાય છે તેવા ખોરાકના ગેરફાયદા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. વિકલી NIPI (નેશનલ આયર્ન પલ્સ ઈનીસેટીવ) કાર્યક્રમ અંતર્ગત બાળકોને આયર્ન ફોલીક ટેબલેટ વિશેની માહિતી આપવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલના જરૂરી માર્ગદર્શન હેઠળ નિયમિતપણે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) કલબ મીટીંગ યોજવામાં આવે છે.