તા. ૨૩મીના રોજ હનુમાન જયંતિ એ દંડકવન આશ્રમ માં ૧૧૦૦ કુંડીયવિશ્ર્વ શાંતિ મહાયજ્ઞ

ગુજરાત વિહંગમ યોગ સંત સમાજના સહયોગથી
તા. ૨૩મીના રોજ હનુમાન જયંતિ એ દંડકવન આશ્રમ માં ૧૧૦૦ કુંડીયવિશ્ર્વ શાંતિ મહાયજ્ઞ
સદગુરુ સ્વતંત્ર દેવજી તથા સદગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાન દેવની નિશ્રામાં તા. ૨૨ મીથી દંડકવન આશ્રમમાં બેદિવસીય નવમાં વાર્ષિક મહોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસિયા તળાવ સ્થિત સુપ્રસિદ્ધ દંડક વન આશ્રમ નો નવમો વાર્ષિક મહોત્સવ તારીખ ૨૨’મી એપ્રિલના રોજથી બે દિવસ યોજાશે. હનુમાન જયંતી એ ૧૧૦૦ કુંડીય વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ તથા વિહંગમ યોગ સત્સંગ સમારંભના બે દિવસ મહોત્સવમાં હજારો સેવકો ભાગ લેનાર હોવાથી વિયંગમ યોગ ગુજરાત સંત સમાજ દ્વારા મહોત્સવના આયોજન અર્થે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
દંડક્વન આશ્રમના વાર્ષિક મહોત્સવના પ્રથમ દિવસે તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૪ સોમવારના રોજ બપોરે ત્રણથી પાંચ કલાક સુધી શોભા યાત્રા યોજાશે અને ત્યારબાદ ૫-૦૦ ક્લાક થી રાત્રે ૯-૦૦વાગ્યા સુધી સદગુરુ ઉતરાધિકારી વિજ્ઞાન દેવજી મહારાજની દિવ્ય વાણી ઉપરાંત સર્વવેદ કથા અમૃત તથા ભજન કીર્તન નો કાર્યક્રમ યોજાશે અને તારીખ ૨૩ મીના રોજ મંગળવારે સવારે ૧૦-૧૫ કલાકથી ૧૨ વાગ્યા સુધી ૧૧૦૦ કુંડીય વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તથા સાંજે પાંચ કલાકથી રાત્રે દસ વાગ્યા સુધી સદગુરુ શ્રી સ્વતંત્ર સ્વતંત્ર દેવજી મહારાજની અમૃતવાણી તેમજ સંગીતમય સ્વર્વેદ કથા અમૃતનું આયોજન કરવામાં આવ્યું છે.
મહર્ષિ સદાફલ દેવ દંડક વન આશ્રમ ના નવમા વાર્ષિક મહોત્સવ પ્રસંગે સર્વ ધર્મ પ્રેમી જનતાને સહભાગી થવા ગુજરાત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે .