સુરત: ખટોદરા પોલીસે મોંઘીદાટ સ્પોટ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી, ૩ ગુનાના ભેદ ઉકેલાયા
સુરત: સુરતમાં ખટોદરા પોલીસે મોંઘીદાટ સ્પોટ બાઈકની ચોરી કરતી રાજસ્થાન રાજ્યની ગેંગને ઝડપી પાડી છે. પોલીસે એક સગીર સહીત ૪ લોકોની ધરપકડ કરી છે તેમજ ચોરીમાં ગયેલી ૩ સ્પોટ બાઈક કબજે કરી ૩ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે
સુરતમાં ખટોદરા પોલીસને બાઈક ચોરી કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે. ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે એક સગીર સહીત અનીલ ઉર્ફે અનિયા ધનેશ્વર ઉર્ફે ધનજી નીનામા, અનીલ ઉર્ફે ભૈયા નરપત નીનામા, કલ્પેશ બહાદુર નીનામાની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી ત્રણ મોંઘીદાટ બાઈક કબજે કરી હતી. પોલીસ તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ત્રણ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. વધુમાં પકડાયેલો આરોપી કલ્પેશ બહાદુર નીનામા છેલ્લા એક વર્ષથી બે ચોરીનામાં ગુનામાં નાસ્તો ફરતો હતો.