પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અનોખી ‘માનવ સાંકળ'(હ્યુમન ચેઇન) રચી સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપશે
સુરત: પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.૧૫/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૭.૦૦ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે ૨૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થઈ અનોખી ‘માનવ સાંકળ'(હ્યુમન ચેઇન) રચી સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગાણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના વિસ્તારમાં ‘માનવ સાંકળ’ બનાવાશે. જેમાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલ, કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓને નિમંત્રણ છે.